Site icon Revoi.in

રોમાનિયામાં આજે ફરી ભૂકંપના આચંકાઓ – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 5.7 નોંધાઈ

Social Share

દિલ્હી-  દેશ વિદેશમાં જાણે ભૂકંપ આવવાની ઘટનાઓ દિવસેને દિવસે સામાન્ય થતી જઈ રહી છે ભારતના ઘણા ભાગોમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટના સાંભળવા મળે છએ ત્યારે તુર્કી સિરીયાની સ્થિતિ પણ ભૂકંપના કારણે બેહાલ બની છે ત્યારે હવે વિતેલા દિવસે સોમાનિયામાં પણ આચંકાઓ અનુભવાયા બાદ આજે ફરી અહી ભૂકંપ આવ્યો છે.

 છેલ્લા બે દિવસમાં અહીં સતત બે ભૂકંપ આવ્યા છે. રોમાનિયાના ઓલ્ટેનિયા વિસ્તારમાં બે દિવસમાં આ બીજો ભૂકંપ છે. ગોર્જેસ કાઉન્ટીમાં સોમવારે અનુભવાયેલ 5.2ની તીવ્રતાનો ભૂકંપ 13.2 કિલોમીટરની ઉંડાઈ પર આવ્યો હતો.

પ્રાપ્ત વિગત પ્રમાણે  આજે સવારે  રોમાનિયામાં આવેલી ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.7 માપવામાં આવી હતી. આ ભૂકંપ આજે વહેલી  સવારે 3 વાગ્યાની આસપાસ આવ્યો હતો. જો કે આ  ભૂકંપના કારણે કોી જાનહાનિ કે માવલને નુકશાન થયાની માહિતી નથી.

રોમાનિયામાં આવેલા આ  ભૂકંપનું કેન્દ્ર  બિંદુ દક્ષિણ પશ્ચિમમાં ગોર્જ કાઉન્ટીમાં જમીનથી 40 કિમી નીચે  નોંધાયું હતું. તે જ સમયે, ભૂકંપની કેટલીક ફોટો પણ  સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં દુકાનો અને સુપર માર્કેટ ધ્રૂજતા જોવા મળે છે.