Site icon Revoi.in

અરુણચાચલ પ્રદેશમાં ભૂકંપના આચંકાઓ અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.2 નોંધાઈ

Social Share

ઈટાવાઃ- દેશમાં ભૂકંપના આચંકાઓ આવવાની ઘટનાઓ જાણે દિવસેને દિવસે સામાન્ય બનતી જઈ રહી છએ,ખાસ કરની અરુણાચલ પ્રદેશ, કાશ્મીર,ઉતત્રાખંડ દિલ્હી જેવા પ્રદેશમાં ભૂકંપની ઘટના વધતી જતી જોવા મળી છે ત્યારે આજરોજ 11 જનને રવિરાવે ફરી અરુણાચલ પ્રદેશની ઘરા ઘ્રુજી ઉઠી હતી.

પ્રાપ્ત વિગત પ્રમાણે આજે સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અરુણાચલ પ્રદેશમાં  ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે 6 વાગ્યેને 30 મિનિટ આસપાસ  પશ્ચિમ કામેંગ જિલ્લામાં  આ ભૂકંપ અનુભવાયો હતો.

જાણકારી અનુસાર નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રામણે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી આ સાથએ જ ભૂીકંપની ઊંડાઈ  33 કિમી જમીનની અંદર નોંધાઈ હતી.

જો કે ભૂકંપના આચંકાઓ આવતા લોકો સવારે પોતાના ઘરમાં હોવાથી તેનો અનુભવ કરી શક્યા હતા અને થોડી ક્ષણો માટે લોકોમાં ગભરાહટ ફેલાઈ હતી જો કે કેટલીક ક્ષણ બાદ આ આચંકાઓ બંધ થઈ ગયા હતા અને લોકોએ રાહતના શ્વાસ લીઘા હતા.

ઉલ્લેખનીય છે કે આ આચંકાઓ સામાન્ય હોવાથી કોઈ પણ પ્રકારના નુકશાનના સમાચાર નથી જો કે લોકોમાં ડર ફેલાયેલો જોવા મળેયો હતો આ પહેલી વખત નથી કે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપ આવ્યો હોય આ પહેલા અનેક વખત અહી ભૂકંપના આચંકાઓ આવી ચૂક્યા છે.

 

Exit mobile version