Site icon Revoi.in

દિલ્હી એનસીઆર સહીત ઉત્તરભારતમાં મોડી રાત્રે ભૂકંપના આચંકાઓ અનુભવાયા- રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.4 નોંઘાઈ

Social Share

 

દિલ્હીઃ દેશભરના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ભૂકંપના આચંકાઓ આવતા હોય તેવી ઘટનાઓ સામે આવે છએ ત્યારે વિતેલી રાત્રે નેપાળમાં ભૂકંપ આવ્યો તે સમયે દેશની રાજઘાની દિલ્હી સહીત ઉત્તરભારતના અનેક વિસ્તારોમાં ભારે ભૂકંપના આચંકાઓ અનુભવાયા હતા.

પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી-એનસીઆર, યુપી, બિહાર અને ઉત્તરાખંડ સહિત ઉત્તર ભારતમાં જોરદાર ભૂકંપ અનુભવાયો છે. પ્રાથમિક માહિતી અનુસાર લગભગ 20 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ આવેલા ભૂકંપનું કેન્દ્ર નેપાળ  હતું. ભૂકંપના જોરદાર આંચકાના કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો ઘરની બહાર આવી ગયા. લોકોનું કહેવું છે કે તેઓ લાંબા સમય સુધી આંચકા અનુભવતા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે.

આ સહીત ઉત્તર ભારતમાં ફરી એકવાર ભૂકંપના આંચકાએ ઉત્તરાખંડની જમીન અને પર્વતોને હચમચાવી દીધા છે. અહીં પણ ભૂકંપનું કેન્દ્ર નેપાળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેની અસર પિથોરાગઢના સરહદી વિસ્તારમાં ભૂકંપના આંચકા તરીકે જોવા મળી  ગઢવાલથી કુમાઉ સુધીના તમામ જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6 આસપાસ હોવાનું કહેવાય છે.