Site icon Revoi.in

નેપાળ સહીત દિલ્હી અને સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3 નોંધાઈ

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારની રાત્રે સમગ્ર ઉત્તરભારતની ઘરા ફરી એક વખત ઘ્રુજી ઉઠી હતી પ્રાપ્ત જાણકારી અનુસાર દિલ્હી- એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં  રાત્રે 1 વાગ્યેને 58 મિનિટ આસપાસ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.આચંકા એટલા જોરદગાર હતા કે લોકો ડરીને ઘરની બહાર આવી ગયા હતા. રાત્ર હતી છત્તા પણ ભૂકંપ અટલો જોરદાર હોવાથી સુતેલા લોકો પણ જાગી ગયા હતા.

ભૂકંપના કેન્દ્ર બિંદુની વાત કરીએ તો તે નેપાળ રહ્યું હતું , નેપાળમાં પણ ભૂકંપ અનુભવાયો છે જેમાં એક ઘર ઘરાશયી થવાની ઘટનામાં નેપાળમાં છ લોકોના મોત થયા છે,.આ ઘટના નેપાળના ડોટી જિલ્લામાં બની હતી.

 નિષ્ણાતોના મતે ભૂકંપની તીવ્રતા 6.3થી વધુ  રહી હતી. દિલ્હી-એનસીઆર ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના આસપાસના જિલ્લાઓમાં પણ લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેનું કેન્દ્ર નેપાળના મણિપુરમાં જમીનથી 10 કિમી નીચે માપ્યું હતું.

ઉત્તર ભારતમાં માત્ર પાંચ કલાકમાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ પહેલા મંગળવારે રાત્રે 8 વાગ્યેને 52 મિનિટે લખનૌ સહિત યુપીના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. તે જ સમયે, મંગળવારે નેપાળમાં 24 કલાકની અંદર આ ત્રીજો ભૂકંપ હતો.

લખનૌ, મુરાદાબાદ, મેરઠ બરેલી વગેરે શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે જ સમયે એનસીઆરના ફરીદાબાદ, ગુરુગ્રામ, ગ્રેટર નોઈડામાં પણ ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન અનેક લોકો ઘરની બહાર ગદોડી આવ્યા હતા જો કે ભૂકંપમાં કોઈ જાનહાનીના સમાચાર નથી

નોઈડામાં રાત્રે કામ કરતા સૂરજે જણાવ્યું કે હું ઓફિસમાં હતો ત્યારે મારી સીટ ધ્રુજવા લાગી. ઓફિસમાં ભૂકંપનું એલાર્મ વાગ્યું અને અમે ત્યાંથી બહાર આવ્યા. લગભગ 10 મિનિટ પછી અમે પાછા અંદર ગયા.રેલ્વે સ્ટેશન સહીત રસ્તાઓ પર ઊભેલા લોકોએ રાત્રે આ આચંકા અનુભવ્યા હતા. આ સહીત લોકોને કંપારી મહસુસ થતા એકબીજાને પૂછતા ખબર પડી કે ભૂકંપ અનુભવાયો છે