Site icon Revoi.in

સ્ટ્રોબેરી ખાવાથી થશે ચમત્કારિક ફાયદા સાથે જ અનેક બીમારીઓને કરશે દૂર

Social Share

સ્વાદિષ્ટ ખાટી-મીઠી અને વિટામિન ‘C’થી ભરપૂર સ્ટ્રોબેરીને લોકો ઉત્સાહથી ખાય છે. તેનો લાલ ચટક રંગ જોઈને જ તમામના મોઢામાં પાણી આવી જાય છે. સ્ટ્રોબેરીનો ઉપયોગ અનેક રીતે કરવામાં આવે છે જેમાં મિલ્ક શેઇક, આઈસ્ક્રીમ તેમજ રાઈતા માટે પણ એકદમ અનુરૂપ ફળ છે. સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે પણ એટલી જ ફાયદાકારક છે.

સ્ટ્રોબેરીમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે. પ્રોટીન,કેલરી,ફાઇબર,આયોડિન,ફોલેટ,ઓમેગા 3,પોટેશિયમ,મેગ્નેશિયમ,ફોસ્ફરસ,વિટામિન બી અને સીના ગુણધર્મોથી સમૃદ્ધ સ્ટ્રોબેરીના સેવનથી શરીરને અનેક રોગો સામે લડવાની શક્તિ મળે છે. સ્ટ્રોબેરી સામાન્ય રીતે કાચા ખાવામાં આવે છે. આ સિવાય તેનો ઉપયોગ ટોપિંગ માટે પણ થાય છે.

વજનમાં ઘટાડો

એક કપ સ્ટ્રોબેરીમાં 53 કેલરી હોય છે. તેમાં ઘણાં બધાં ફાઇબર પણ હોય છે,જે ખાધા પછી લાંબા સમય સુધી તે સંપૂર્ણ રહે છે. અને તમે અનહેલ્ધી સ્નેક ખાવાથી બચી શકો છો. આ સિવાય તેમાં રહેલું વિટામિન સી તમારું મેટાબોલિઝમ વધારે છે,જેના કારણે શરીર ઝડપથી કેલરી બર્ન થાય છે.

સ્ટ્રેસ ઓછુ કરે

સ્ટ્રોબેરીના સેવનથી મૂડને લાઇટ બનાવીને રાખે છે. જેના કારણે તમને પોઝીટીવ એનર્જી મળે છે. અને તમે ફ્રેશ ફિલ કરો છો. જેનાથી તમને સ્ટ્રેસ થતું નથી.

રોગ પ્રતિકારક શક્તિમાં વધારો

સ્વસ્થ રહેવા માટે સારી પ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેથી સ્ટ્રોબેરીનું સેવન કરો, સ્ટ્રોબેરીમાં વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.

-દેવાંશી