Site icon Revoi.in

VIVO સંબંધિત ચાઈના કંપનીઓ પર ઈડીની કાર્યવાહી – દેશમાં 44 ઠેકાણાઓ પર દરોડા

Social Share

દિલ્હીઃ-ચાઈનાની સ્માર્ટ ફોન વિવો સહીત સંકળાયેલી કેપની પર ઈડીએ કાર્યવાહી કરી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ મંગળવારે ઈડી દ્વારા ચીની સ્માર્ટફોન મોબાઈલ નિર્માતા કંપની વિવો અને તેની સંબંધિત કંપનીઓ  પર દરોડા પાડવામાં આવ્યા હતા.

જાણકારી પ્રમાણે  ઈડીની ટીમે દેશભરમાં વિવો અને તેની સંબંધિત કંપનીઓના 44 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં સ્થાપિત કંપનીઓનો સમાવેશ થાય છે.જ્યા ઈડીએ કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે ચીની કંપનીઓ પહેલાથી જ ભારતીય તપાસ એજન્સીઓના નિશાના પર છે. જાણકારી પ્રમાણે ઈડી એ આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરી છે. આ ઘટનાને પગલે અધિકારીઓએ માહિતી આપી હતી કે હાલ પણ આ દરોડા ચાલુ છે અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ સાથેં જ આ  કેસમાં સીબીઆઈ પણ તપાસ કરી રહી છે. 

આ વર્ષે મે મહિનામાં ચીનની કંપનીઓ ZTE કોર્પ અને વિવોને નાણાકીય અનિયમિતતાઓને કારણે તપાસનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત જીઓમી કોર્પ . પણ તપાસ હેઠળ  છે

ઉલ્લેખનીય છે કે  ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવ બાદ ભારત સરકારે ચીની કંપનીઓ સામે કડક વલણ અપનાવ્યું છે.આ સાથએ જ ઘણી તાઈના એપ્સ પણ બંધ કરી દેવામાં આવી હતી ત્યારે હવે ચાઈના ફોન કંપનીઓ ઈડીના સકંજામાં જોવા મળી રહી છે.ઈડી તરફથી આ કંપનીઓના દસ્તાવેજોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.