Site icon Revoi.in

બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે 15મી ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી આઠ વિન્ટર સ્પેશ્યલ ટ્રેન દોડશે

Social Share

ભૂજઃ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે મુસાફરોને વધુ સુવિધા મળી શકે તે માટે  વધારાની 8 વિન્ટર સ્પેશ્યલ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન તા. 15મી ડિસેમ્બરથી તા. 5 જાન્યુઆરી સુધી ચાલશે. વિન્ટર સ્પેશ્યલ ટ્રેનો બંને તરફ ભચાઉ, સામખિયાળી, ધ્રાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે.

પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે ચાલતી વિકલી સુપરફાસ્ટ ટ્રેનનું ગુરૂવારનું એડવાન્સ બુકીંગ કરાવ્યું હશે તેવા પેસેન્જરને તમામ રકમ રિફંડ અપાશે. આ ટ્રેન તા. 9 ફેબ્રુઆરીથી કેન્સલ કરી દેવાઇ છે અને તેના બદલે તા. 7 ફેબ્રુઆરીએ મંગળવારથી શરૂ થશે. જે મુસાફરોએ આ ટ્રેન માટે તેમની ટિકિટ બુક કરાવી છે તેઓ ટિકિટ કેન્સલ માટે સંપૂર્ણ રકમ પરત ચુકવાશે. બાંદ્રા ટર્મિનસ અને ભુજ વચ્ચે ચાલતી વીકલી સુપરફાસ્ટ ટ્રેન દર ગુરૂવારે બાંદ્રાથી ઉપડતી હતી. પરંતુ આ ટ્રેન હવે મંગળવારે બપોરે 12.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 6 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, સુરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, પાલનપુર, ડીસા, ભીલડી, દિયોદર, સામખિયાળી, ગાંધીધામ અને ભુજ પહોંચશે. આ ટ્રેન આગામી 7 ફેબ્રુઆરથી લાગુ કરવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, બ્રાંદ્રા-ગાંધીધામ વચ્ચે 15મી ડિસેમ્બરથી 5મી જાન્યુઆરી સુધી વિન્ટર સ્પેશ્યલ ટ્રેનો દાડાવાશે. આ ટ્રેનને બંને તરફ ભચાઉ, સામખિયાળી, ધ્રાંગધ્રા, વિરમગામ, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ સ્પેશ્યલ ટ્રેનોનું બુકિંગ શરૂ થઈ ગયું છે.

 

Exit mobile version