Site icon Revoi.in

એલન મસ્ક 2 ડિસેમ્બરે વેરિફાઈડ ફીચર લોન્ચ કરશે,અલગ–અલગ રંગના હશે ટિક

Social Share

દિલ્હી:ટ્વિટરના નવા માલિક એલન મસ્કએ શુક્રવારે જાહેરાત કરતા કહ્યું કે,2 ડિસેમ્બર, એટલે કે શુક્રવારે, તેઓ ‘વેરિફાઈડ’ નામનું તેમનું વેરિફિકેશન ફીચર લોન્ચ કરશે.તેમણે કહ્યું કે કંપનીઓ માટે ગોલ્ડ ટિક, સરકાર માટે ગ્રે ટિક અને વ્યક્તિઓ માટે બ્લુ ટિકની સુવિધા તૈયાર કરવામાં આવી છે.આ ટિકો સક્રિય થાય તે પહેલાં બધા વેરિફાઈડ એકાઉન્ટ્સ મેન્યુઅલી પ્રમાણિત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે વિલંબ બદલ માફ કરશો, તેઓ આગામી અઠવાડિયે શુક્રવાર 2જી ડિસેમ્બરે વેરિફાઈડ લોન્ચ કરી રહ્યા છે.કંપનીએ નકલી એકાઉન્ટ્સને કારણે તાજેતરમાં જાહેર કરેલી તેની  8 ડોલર બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સેવા બંધ કરી દીધી હતી અને કહ્યું હતું કે માંગને પગલે બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શન સેવા 29 નવેમ્બરના રોજ ફરી શરૂ કરવામાં આવશે,પરંતુ બાદમાં બ્લુ ટિક સબ્સ્ક્રિપ્શનના રી-લોન્ચ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આઇકોનિક બ્લુ ટિક માર્ક અગાઉ રાજકારણીઓ, સેલિબ્રિટીઓ, પત્રકારો અને અન્ય જાહેર વ્યક્તિઓના વેરિફાઇડ એકાઉન્ટ્સ માટે આરક્ષિત હતું.