Site icon Revoi.in

ગુજરાતમાં એરોસ્પેસ સિનર્જી ચાર્ટિંગ ગ્રોથ એન્ડ અનલોકિંગ MRO પોટેન્શિયલ’ની ઉભરતી નવી તકો

Social Share

ગાંધીનગરઃ અમૃતકાળની પ્રથમ અને ગુજરાતની 10મી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મુકી હતી. આજે પ્રથમ દિવસે કેન્દ્રીય માર્ગ પરિવહન અને સિવિલ એવિયેશન રાજ્યમંત્રી જનરલ ડો.વી.કે. સિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં એરક્રાફ્ટ એન્ડ એવિયેશન એન્સિલિયરી મેન્યુફેક્ચરિંગ એન્ડ MRO ઓપોર્ચ્યુનિટીઝ ઇન ગુજરાત પર સેમિનાર યોજાયો હતો.

મંત્રી ડો.વી.કે.સિંઘે પ્રાદેશિક એર કનેકટિવિટી ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, એવીએશનમાં નાના એર એરક્રાફ્ટની વધુ તકો રહેલી છે. ગુજરાતમાં નાના નાના એરક્રાફ્ટથી વધુ કનેક્ટિવિટી મળી રહે તેમ છે. એવિયેશન ઇન્ડસ્ટ્રીઝમાં ભારતની ઇકો સિસ્ટમ સારી છે. આવનારા સમયમાં ભારતમાં 1000થી વધુ હવાઈ જહાજ આવશે. 2014માં માત્ર 70 એર  ક્રાફટ હતાં જે વધીને આજે 149  એર ક્રાફટ થયા છે. આગામી સમયમાં મેન્ટેનન્સ, રિપેરિંગ અને ઓવરઓલ (MRO)ક્ષેત્રમાં વિપુલ તકો રહેલી છે.

એર કાર્ગો વિશે જણાવતાં સિંઘે કહ્યું હતું કે, સરકારે આ ક્ષેત્રે વધુ ફોકસ કર્યું છે. જેનાથી ક્ષમતામાં વધારો થયો છે. અને ઇકોનોમિક ગ્રોથમાં મોટા એર કાર્ગોનું વિશેષ યોગદાન રહ્યું છે. ભારતમાં MROનો બે બીલીયનથી વધુનો બિઝનેસ છે. ડોમેસ્ટિક MRO બિઝનેસને વેગવંતુ કરવા જીએસટીના દર ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે અને MROની ઈકો સિસ્ટમને વેગવંતુ બનાવવા એક્સપોર્ટ ડયૂટી શૂન્ય કરવામાં આવી છે.એવિએશન ઇન્ડસ્ટ્રીઝમાં MROના સ્પેશિયલ ટુલ્સ ઉપરની ઇમ્પોર્ટ ડયૂટી સંપૂર્ણ દૂર કરવામાં આવી છે. ભારત પાસે ક્ષમતા છે, ખાસ કરીને નાના એર ક્રાફટ, હેલી કોપ્ટર્સ અને MRO ના ક્ષેત્ર માં વિકાસની નવી તકો ઉભરાશે. પાછલા 10 વર્ષમાં નવી સિવિલ એવિએશન પોલિસી, ડ્રોન પોલિસી, હેલિકોપ્ટર પોલિસી અમલી બનાવી છે. આવનાર સમયમા હેલિકોપ્ટર સેવા ક્ષેત્રમાં ઘણી તકો છે અને  ફ્લાઈટ ટ્રેનિંગ ઓર્ગેનાઈઝશનને ઘણી રાહત આપવામાં આવી છે જેનાથી વધુમાં વધુ પાયલોટ બની શકે.

વધુમાં ડો. વી. કે. સિંઘે કહ્યું હતું કે, ભારતમાં મહિલા પાયલટની સંખ્યા વિશ્વમાં સૌથી વધારે છે, જે આપણા સૌ માટે ગૌરવની વાત છે. આ અવસરે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સુજોય ડે એ ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે મળીને 1 ગ્રીનફીલ્ડ ટ્રીપ્સ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા હોવાનું જણાવી કહ્યું હતું કે, ધોલેરા ગ્રીનફીલ્ડ એર ટ્રીપ્સનું કામ પ્રગતિ હેઠળ છે. અત્યારે નાના મોટા મળીને ૧૦ એર ફિલ્ડ ગુજરાતમાં કાર્યરત છે. વધુમાં તેમણે કહ્યું હતું કે,ગુજરાતના ઘણા એરપોર્ટ પાસે વિસ્તરણની ક્ષમતા છે. જે દિશામાં કાર્ય થઈ રહ્યું છે. ખાસ કરીને સુરત, કંડલા, કેશોદ,  પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભૂજ અને જામનગરના નામનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ એરપોર્ટ પર ભવિષ્યમાં મોટા એર ક્રાફટ ઉતરી શકશે.

પવન હંસ હેલિકોપ્ટરના ચેરમેન અને એમડી સંજીવ રાઝદાને ગુજરાતમાં એવિયેશન ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી તકો ઉભરી રહી છે તેમ જણાવી વાઈબ્રન્ટ ગુજરાતનની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે,એર ટ્રાફિકને વેગ આપીએ તો આંતરરાષ્ટ્રીય વ્યવસાય અને રોજગારીની નવી તકો ઉભરશે. તેમજ આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય એર એક્ટિવિટીથી ટુરિઝમમાં વધારો થઈ શકે છે. ભારત પાસે MROને વિકસાવવા ક્ષમતા છે. કેમ કે,ભારતમાં MROની માંગ વધુ છે. અને લો કોસ્ટ મેન પાવર સરળતાથી મળી શકે છે.