Site icon Revoi.in

આ શખ્સે ગજબ અંદાજમાં ચલાવ્યું ‘જુગાડ વાળું સ્કૂટર’,એન્જિનિયર્સ પણ જોઇને આશ્ચર્યચકિત થઇ જશે

Social Share

જુગાડ એક એવી રીત છે જેને અમે અને તમે કોઈ પણ કામ ને સરળ બનાવી શકીએ છે. જુગાડ સાથે જોડાયેલા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. જે યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.હાલના દિવસોમાં જુગાડનો આવો જ એક વિડીયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.જેમાં એક વ્યક્તિએ જુગાડની મદદથી પોતાના માટે એવું સ્કૂટર તૈયાર કર્યું હતું. જેને જોઈને તમે પણ દાંત નીચે આંગળીઓ દબાવવા મજબૂર થઈ જશો.

આપણે બધા જાણીએ છીએ કે,જમાનો ઈલેક્ટ્રિક વાહનો તરફ શિફ્ટ થઇ રહ્યો છે, પછી ભલે કાર હોય, સ્કૂટર હોય અને બાઈક હોય બધુ હવે ઈલેક્ટ્રિક બની રહ્યું છે. પરંતુ હજુ પણ ભારતના રસ્તાઓ પર જુગાડથી બનેલા વાહનો દોડતા જોવા મળે છે. આ દિવસોમાં જે વિડીયો સામે આવ્યો છે તેમાં પણ એક વ્યક્તિએ જુગાડથી એવું સ્કૂટર બનાવ્યું છે, જેને જોઈને સારા એન્જિનિયરો પણ આશ્ચર્યચકિત થઈ જશે.

વાયરલ થઈ રહેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે,એક વ્યક્તિ ખૂબ જ વિચિત્ર રીતે સ્કૂટર ચલાવી રહ્યો છે.વિડીયો જોયા પછી પહેલી નજરે એવું લાગે છે કે, સ્કૂટર કોઈ અન્ય વાહનને ખેંચી રહ્યું છે, કારણ કે આ વાહન આગળથી નહીં પણ પાછળથી આગળ વધી રહ્યું છે, પરંતુ તેની આગળની ફ્રેમ બતાવે છે કે, સ્કૂટરનું હેન્ડલ પાછળના ભાગમાં લગાવેલ છે અને તે વ્યક્તિ નીચે બેસીને આનંદથી સ્કૂટર ચલાવી રહ્યો છે.

https://www.instagram.com/p/CW2kjlnommw/?utm_source=ig_embed&ig_rid=3e44e98e-f73f-4356-8279-3f8972747b9b

લોકો વિડીયો પર અનેક કોમેન્ટ કરીને વ્યક્તિના મનની પ્રશંસા કરી રહ્યા છે.વિડીયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘સારા એન્જિનિયર્સ આ વીડિયો જોઈને દંગ રહી જશે.’ તો સાથે જ કેટલાકનું કહેવું છે કે આ જુગાડ આપણા દેશની બહાર ન જવું જોઈએ.આ વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેણે પણ આ વિડીયો જોયો તે આશ્ચર્યચકિત થઈ ગયો.