Site icon Revoi.in

VIRAL VIDEO: આવી ગયું દેશી ‘Bella Ciao’, આ સાંભળીને તમે પણ ઝુમી ઉઠશો

Social Share

નવી દિલ્હી: Money Heist નામની બેંક રોબરીની થીમ પર બનેલી વેબ સિરીઝે દેશભરના યુવાનોને ઘેલુ લગાડ્યું છે. આ વેબ સિરીઝનું સોંગ અને મ્યૂઝિક પણ લોકો વખાણી રહ્યા છે. ત્યારે ગુજરાતના એક કલાકારે Money heistનું Bella Ciao સોંગ એકદમ દેશી સ્ટાઇલમાં ગાઇને દર્શકોને મોજ કરાવી દીધી હતી. એક ડાયરામાં કલાકારે આ દેશી સ્ટાઇલમાં સોંગ ગાઇને દર્શકોને જલ્સા કરાવી દીધા હતા. આ ગીત પર ત્યાં હાજર દર્શકો પણ ઝુમી ઉઠ્યા હતા.

આ વીડિયો ગુજરાતના એક ડાયરાનો છે, પરંતુ ક્યાં વિસ્તારનો છે તે અંગે હજુ કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. ઇન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર હાલ આ વીડિયો ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે, જ્યારે કલાકારે આ ગીત ગાવાનું શરૂ કર્યું ત્યારે દર્શકો ગેલમાં આવી ગયા હતા અને ઝુમી ઉઠ્યા હતા. જો કે, બેલા ચાઉ સોંગ હકીકતમાં એક ઇટાલિયન સોંગ છે. Money Heist વેબ સિરીઝનું આ સોંગ વેબ સિરીઝના ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે.

(સાભાર – ધ ફીટ ફન)

સામાન્યપણે ગુજરાતમાં આયોજીત થતા ડાયરાઓમાં બોલિવૂડના ગીતોની કોપી કરવામાં આવતી હોય છે અને બોલિવૂડ સોંગની ઝલક જોવા મળતી હોય છે. બોલિવૂડ સ્ટાઇલને દેશી ગુજરાતી સોંગમાં ઢાળીને ડાયરાના કલાકારો રમઝટ બોલાવતા હોય છે. જો કે એક ડાયરામાં જ્યારે કલાકારે આ ઇટાલિયન સોંગ ગાયું ત્યારે દર્શકો મોજમાં આવી ગયા હતા. હાલ આ સોંગ સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર થઇ રહ્યું છે.