Site icon Revoi.in

VIRAL VIDEO: વાનર બન્યો ‘એમ્પ્લોય ઑફ ધ મંથ’, વીડિયો જોઇને તમે પણ જાણી જશો

Social Share

નવી દિલ્હી: તમે ચા-નાસ્તાની દુકાન પર વાસણ ધોવાનું કામ કરતા લોકોને જોયા હશે પરંતુ શું તમે ક્યારેય કોઇ વાંદરાને વાસણ સાફ કરતો જોયો છે? ચોંકી ગયા ને? જી હા, જો કે આવી ક્ષણો વીડિયોમાં કેદ થઇ ગઇ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં વાંદરો માણસની જેમ વાસણ ધોતો જોઇ શકાય છે.

આ વીડિયોમાં એક વાનર જોવા મળી રહ્યો છે. જે એક નાસ્તાની દુકાન પર વાસણ ધોતો જોઇ શકાય છે. લોકો પણ તેને જોઇને દંગ રહી ગયા છે. હાલમાં તો લોકો આ વાનરના ફેન બની ગયા છે.

વાંદરાનો આ વીડિયો અને તેની એક્ટિંગ જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તે એક અલગ અંદાજમાં જ વાસણ ધોતો જોઇ શકાય છે. વાસણો ધોયા પછી તે એ પણ તપાસી રહ્યો છે કે તેમાં કોઇ ગંદકી રહી ગઇ છે કે કેમ.

સોશિયલ મીડિયામાં આ વાંદરાની મહેનત જોઇને લોકો પણ ખુશ થયા છે. આ વીડિયો પર લોકોએ અનેક કમેન્ટ્સ પણ કરી છે. એક યૂઝરે લખ્યું છે કે, એમ્પ્લોય ઓફ ધ મંથ. ઘણા યૂઝર્સે તેને પ્રાણી સાથે ક્રૂરતાનું કૃત્ય પણ ગણાવ્યું અને વાંદરા સાથે આ રીતના વર્તન માટે ટીકા કરી.

(વધારે અને સરળતાથી રિવોઈ સુધી પહોંચવા માટે ડાઉનલોડ કરો અમારી એપ)

https://play.google.com/store/apps/details?id=com.revoinews