Site icon Revoi.in

ઇન્જેક્શન લેતી વખતે બાળકે જે કર્યું તે જોઇને તમે પણ હસીને લોટપોટ થઇ જશો, જુઓ VIRAL VIDEO

Social Share

સોશિયલ મીડિયામાં રોજબરોજ અનેક રસપ્રદ વીડિયો અપલોડ થતા હોય છે જેમાંથી કેટલાક વીડિયો તો ક્ષણભરમાં જ વાયરલ થઇ જતા હોય છે અને સૌથી વધુ શેર પણ થતા હોય છે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જોઇને તમે પણ હસીને લોટપો થઇ જશો તે પાક્કું છે.

આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે એક નાના ઇન્જેક્શનથી બાળક કેટલું ગભરાઇ રહ્યું છે. આ વીડિયો જોયા બદ યૂઝર્સ તેનું હાસ્ય રોકી નહીં શકે. બાળકના ગુસ્સાને જોઇને ડૉક્ટર ગુસ્સે થઇ જાય છે અને તેને બે વખત ઇન્જેક્શન આપવાની ધમકી આપે છે. જે પછી તે ઇન્જેક્શન લેવા માટે સંમત થાય છે, પરંતુ એવા હાવભાવ આપે છે કે તેની માતા પણ હાસ્યથી લોટપોટ થઇ જાય છે.

https://www.instagram.com/tv/CTy1vCUoPRN/?utm_source=ig_web_copy_link

વીડિયોમાં તમે જુઓ છો કે એક ડૉક્ટર ઘરે છોકરાને ઇન્જેક્શન આપવા આયા છે. શરૂઆતમાં, ઇન્જેક્શન જોઇને બાળક ડરી જાય છે અને બાદમાં ડૉક્ટર એને બે ઇન્જેક્શન આપવાની ધમકી આપે છે અને ત્યારબાદ તે ઇન્જેક્શન લેવા માને છે. બાદમાં ડૉક્ટર તેનો હાથ ચુસ્ત રીતે પકડી રાખે છે અને તેને ઇન્જેક્શન આપે છે.

બાળક ડૉક્ટરને કહે છે તે બિલકુલ રડશે નહીં અને તમે મને આરામથી ઇન્જેક્શન આપી શકો છો. આ પછી તે પોતાના આંસુ લૂછવા માંડે છે અને ડૉક્ટરને વારંવાર કહે છે કે, તમે ઇન્જેક્શન આપો, હું હવે રડીશ નહીં.

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર એક single.stud નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ જ કારણ છે કે ઘણા યૂઝર્સે વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ નોંધાવી.

Exit mobile version