- કેરળમાં બર્ડફ્લૂનો આતંક
- 1800 મરધીોના થયા મોત
કોઝિકોડીઃ- દેશમાં ફરી એક વખત બર્ડફ્લૂએ દસ્તક આપી છે પ્રાપ્ત વિગત પ્રમાણે કેરળમાં હજારો મરઘીઓના બર્ડફ્લૂના કારણે મોત નિપજ્યા છે. ખાસ કરીને કેરળના કોઝિકોડ જિલ્લામાં બર્ડ ફ્લૂના પ્રસારને કારણે મોટી સંખ્યામાં મરઘીઓના મોત થયા છે. આ મામલો કોઝિકોડમાં સરકારી મરઘાં ઉછેર કેન્દ્રનો છે.
જાણકારી અનુસાર અહીં બર્ડ ફ્લૂના ચેપને કારણે એક દિવસમાં 1,800 મરઘીઓના મોત થયા છે. આ અંગે વધુ માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે બર્ડ ફ્લૂ વાયરસના H5N1ની હાજરી મળી આવી છે. આ મરઘાં કેન્દ્રની કામગીરી જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવે છે.
કેરળના પશુપાલન મંત્રીએ આપેલી માહિતી પ્રનાણે બર્ડ ફ્લૂના આ મામલાને ગંભીરતાથી તપાસવામાં આવ્યો છે. મંત્રીએ કેન્દ્રની માર્ગ દર્શિકા અને પ્રોટોકોલ મુજબ નિવારક પગલાં લેવા સૂચના આપી છે. મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત લેબોરેટરીમાં સચોટ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.પોલ્ટ્રી સેન્ટરમાં 5000 થી વધુ મરઘીઓ હતી અને તેમાંથી 1800 મરઘીઓ ચેપને કારણે અત્યાર સુધીમાં મૃત્યુ પામી છે.
આ સહીતસરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બર્ડ ફ્લૂ ફાટી નીકળવાના સંકેતો છે. સેમ્પલ સચોટ પરીક્ષણ માટે મધ્યપ્રદેશના ભોપાલ ખાતેની લેબમાં મોકલવામાં આવ્યા છે.હવે જિલ્લા સત્તાધિકારીઓના નેજા હેઠળ, વિવિધ સરકારી વિભાગો સાથે સંકલનમાં, મરઘીઓને મારવામાં આવશે અને રોગને રોકવા માટે અન્ય પ્રયાસો કરવામાં આવશે.