Site icon Revoi.in

ESI લાભાર્થીઓ  માટે રાહતના સમાચાર – ઈમરજન્સીમાં હવે ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે ઈએસઆઈએ આપી મંજુરી

Social Share

દિલ્હીઃ-કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે, ઇએસઆઈસી સાથે જોડાયેલા લાભાર્થીઓ હવે કટોકટીમાં નજીકની કોઈપણ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ શકશે. ESIC એ હવે આ માટેની  મંજૂરી આપી દીધી છે.

કટોકટી તબીબી મામલામાં હાર્ટએટેકને સામેલ કરવામાં આવ્યું

મજૂર સંગઠન સંકલન સમિતિના સેક્રેટરી જનરલ એસપી તિવારીએ આ અંગે જણાવ્યું હતું કે, ઇએસઆઈસી બોર્ડે ઇમરજન્સી પરિસ્થિતિમાં અન્ય હોસ્પિટલોમાં સારવાર માટે ઇએસઆઈસી હોસ્પિટલની રેફરલની પૂર્વ શરત જે હતી તેને રદ કરી છે. હાર્ટ એટેક જેવી ઇમરજન્સી મેડિકલ સેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ઇએસઆઈસીના શેરહોલ્ડર્સ કટોકટીની સ્થિતિમાં સારવાર માટે કોઈ પણ તેમના નજીકની ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે જઈ શકે છે .

ઉલ્લેખનીય છે કે આ પહેલા જે હોસ્પિટલ ઈસઆઈ હેઠળ જોડાણ થયેલી હોય તેમાં જ સારવાર માટે જવુ પડતું હતું જો કે હવે ઈમરજન્સીના સમયે તમે પોતોના સ્થળ પાસેથી ગમે તે ખાનગી હોસેપ્ટલમાં આ સેવાનો લાયબ ઉઠાવી શકશો, આ સાથે જ જો 10 કિલો મીટરની રેન્જમાં  કોઈ આએસઆઈ હેઠળની હોસ્પિટલ ન હોય તો તેવી સ્થિતિમાં પણ તમે ખાનગી હોસ્પિટલનો લાભ લઈ શકશો.

આ નિર્ણયમાં સામેલ કરેલી હોસ્પિચટલોમાં સારવાર કેશલેસ કરવામાં આવશે,જ્યારે અન્ય  ખાનગી હોસ્પિટલોમાં સારવાર ખર્ચ પોતે ભોગવવાનો હોય અને જે તે કંપની દ્વારા તેને પાછળથી મેળવા પાત્ર બને છે.આ સારવાર દર સીજીએચએસ દર સાથે સુસંગત હશે. સારવાર ફક્ત બિન-એમ્પેનલ્ડ હોસ્પિટલોમાં જ શક્ય છે. જ્યારે લાભાર્થીની આસપાસ 10 કિ.મી.ના ક્ષેત્રનમા કોઈ ESIC અથવા એમ્પેનલ્ડ હોસ્પિટલ ન હોય ત્યારે જ તેઓ કોઈ પણ ખાનગી હોસ્પિટલોના લાભ લઈ શકશે.

સાહિન-