Site icon Revoi.in

ગૃહિણીઓ માટે ખાસ, શાકભાજી સમારવાથી લઈને રસોઈ બનાવા સુધીનું કામ ઈઝી કરવાની ટિપ્સ

Social Share

ઘર સંભાળતી ગૃહિણીઓ હંમેશા પોતાના કિચનને સાફ સુતરું રાખવા માંગે છે, કામ કરતાની સાથે સાથે તેઓ સફાઈનું પણ ખાસ ઘ્યાન રાખે છે,ત્યારે કિચનમાં કેટલીક એવી ટિપ્સ હોય છે કે જે ગૃહિણીઓનું કામ સરળ બનાવે છે,જેને લઈને ગૃહિણો સતત ચિંતીત રહે છે, કે કામ કંંઈ રીતે કરવાથી કામ ઓછું થયા છે અને સમયથી બચત થાય છે, તો ચાલો જાણીએ એવી કેટલીક નાની નાની ટિપ્સ જે ખરેખરમાં તમારું કામ ઈઝી બનાવશે.

જાણો એવી કેટલીક ટિપ્સ જેનાથી તમારું કામ બનશે સરળ

કોઈ પણ શાકભાજીને સમારતી વખતે શાકભાજીને એક પ્લાસ્ટિક પર રાખીને સમારો જેથી જે કંઈક કચરો હશે તે પ્લાસ્ટિક પર પડશે અને કિચન કે ઘર ગંદુ નહી થાય ,કામ પત્યા બાદ તેને તમે ડસ્ટબિનમાં ખંખેરી ફરીથી યૂઝ કરી શકો છો.

લસણ છોલતી વખતે તેને એક ઊંડી તપેલીમાં કળીઓ છૂટી પાડીને કાઢી લેવું,ત્યાર બાદ તેને છોલવાથી લસણનો છોળો તપેલીમાં જ રહેશે આમ તેમ ઉડશે નહી, આ સાથે જ લસણને છોલતા પહેલા તેને પાણીમાં 2 મિનિટ પલાળી રાખવું.જેથી લસણ સરળતા રીતે છોલી શકાય છે અને છોતરા ઇડતા નથી

લીબુંને લાંબા સમય સુધી રાખવા હોય તો એર ટાઈટ ડબ્બામાં આખા લીબું મૂકીને તે ડબ્બો ફ્રીજમાં રાખવો આ રીતે સાચવેલા લીબું 1 મહિના સુધી ફ્રેશ રહી શકે છે.

ઘરમાં એલ્યૂમિનિયમના વાસણો જ્યારે કાળા પડી જાય ત્યારે તેમાં ગરમ પાઈ કરો, અને પાણી ગરમ થાય એટલે તેમામ લીબુંનો રસ નાખી દો એટલે વાલસણની કાળાશ નીકળી જશે.

લસણની તટણી વાટીને બનાવવી હોય ત્યારે તેમાં મીઠું મિક્સ કરવું જેથી લસણ જલ્દી વટાઈ જશે.

એલચીને પાટલી વેલણ પર વાટવા માટે તેમાં 2 ચપટી ખાંડ નાખવી જેનાથી એલચી તરફ ક્રશ થઈ જશે.

કોઈ પણ શાકને સરળતાથી બનાવવા માટે તેલમાં બધોજ મસાલો નાખીને શાક નાખી 5 મિનિટ ગેસ પર સકાવવા દેવું ત્યાર બાદ કૂકર બંધ કરી દેવું, આમ શાક જલ્દી બનશે.

દુધ ઉભરાય જાય ત્યાર બાદ ગેસના ચુલા પર તરત પાણી રેડી દેવું જેથી સાફ કરવું સરળ રહેશે અને સમયની પણ બચત શથે