Site icon Revoi.in

તલાટી કમ મંત્રીની ભરતી માટેની પરીક્ષા હવે તા. 7મી મેના રોજ યોજાશેઃ ઋષિકેશ પટેલ

Social Share

ગાંધીનગરઃ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા અંગે મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 30 મી એપ્રિલે લેવાનારી તલાટીની પરીક્ષા હવે આગામી તા. 7મી મે 2023ના રોજ યોજાશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ભૂતકાળમાં પણ રાજ્યના વિવિધ બોર્ડ દ્વારા લેવાયેલ એક સ્ટેજ પરીક્ષાઓમાં 40 ટકાથી 50 ટકા જેટલા જ ઉમેદવારો હાજર રહેતા હોવાનું જણાયું છે. જ્યારે મોટા પ્રમાણમાં ઉમેદવારો ગેરહાજર રહેવાના કારણે સરકાર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થામાં ઘણા સમય, શક્તિ અને સંસાધનનો વ્યય થાય છે.  આથી આ બાબતને  ધ્યાનમાં લઇ જે ઉમેદવારો પરીક્ષામાં ભાગ લેવા માંગતા હોય તેટલા ઉમેદવારો અગાઉથી કન્ફર્મેશન આપે તેટલા જ ઉમેદવારોની વ્યવસ્થા કરી પરીક્ષા લેવામાં આવે તો સાધનો બિનજરૂરી રીતે વેડફાય નહી તથા પરીક્ષા માટે વધુ સારી વ્યવસ્થા ગોઠવી શકાય. આ માટે તલાટી કમ મંત્રીની પરીક્ષામાં બેઠક વ્યવસ્થા ગોઠવતા પૂર્વે જે ઉમેદવારો પરીક્ષા આપવા માંગતા હોય તેમની પાસેથી અગાઉથી કન્ફર્મેશન લેવાની વ્યવસ્થા કરવાનું મંડળે નિર્ણય કર્યો છે. ઉમેદવારોએ અગાઉથી કન્ફર્મેશન આપવાનું રહેશે, કન્ફર્મેશન નહી આપનાર પરીક્ષા આપી શકશે નહી,

પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં લેવાયેલ જુનિયર ક્લાર્ક પરીક્ષાની વિગતો જાહેર કરતાં ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, તા. 09-04-2023 રોજ મંડળ દ્વારા લેવામાં આવેલ જુનીયર કલાર્કની પરીક્ષામાં  9,53,723 ઉમેદવારો પૈકી 3,91,736 ઉમેદવારોએ પરીક્ષામાં હાજરી આપી હતી. આમ, માત્ર 41 ટકા ઉમેદવારો જ પરીક્ષામાં હાજર રહ્યાં હતાં.

પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા તા 30-04-2023 ના રોજ લેવાનું મંડળે આયોજન કર્યું હતું. પરંતુ પરીક્ષાની પ્રક્રિયામાં લાગનારા સમયને ધ્યાનમાં લઇ આ પરીક્ષા હવે તા.30-04-2023  બદલે આગામી તા 07-05-2023ના રોજ લેવાનો રાજ્ય સરકારે ઉમેદવારોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે. જેની વિગતવાર જાહેરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. આ પરીક્ષામાં અંદાજે  17,10,386 ઉમેદવારો ભાગ લેવાના છે.

 

 

 

Exit mobile version