Site icon Revoi.in

PSI અને લોકરક્ષક સહિત પોલીસ વિભાગમાં ભરતી માટેની પરીક્ષાનું જાહેર કરાયું સમયપત્રક

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પીએસઆઈ અને લોકરક્ષક, જેલ સિપાઈ સહિત વિવિધ ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે.  છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનારા ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે જે બાબતે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી.

પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે અંદાજિત સમય પત્રક જાહેર કરાયું છે. જેમાં પીએસઆઈની ભરતીનું આખરી પરિણામ સપ્ટેમ્બર 2025માં જાહેર થશે. જ્યારે લોકરક્ષક દળની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં લેવાશે. અને એપ્રિલ 2025માં લોકરક્ષક દળની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર થશે. લોક રક્ષક દળ અને પીએસઆઈની ભરતી માટે આગામી નવેમ્બર અને ડિસેમ્બરમાં ઉમેદવારોની શારિરીક પરીક્ષા લેવાશે અને જાન્યુઆરી 2025માં શારીરિક પરીક્ષાનું પરિણામ આવશે. જ્યારે પીએસઆઈની ભરતી માટે પેપર નંબર-એકની લેખિત પરીક્ષા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં લેવાશે. અને માર્ચ 2025માં પેપર નંબર-એકની પરીક્ષાનું પરિણામ જાહેર થશે. તો પેપર-2ની પરીક્ષા ઓગસ્ટ 2025માં લેવાશે.

પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડીની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે મુજબ 30 એપ્રિલ સુધી પીએસઆઈ અને લોકરક્ષક માટે ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકશે. ત્યારબાદ 7 મે સુધી ફી ભરવા માટે છેલ્લી તારીખ જાહેર કરી છે.  વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત પાછળથી પૂર્ણ કરતા ઉમેદવારો પણ અરજી કરી શકશે. ઉલ્લેખનીય છે કે, ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ઉમેદવારો અરજી કરી શકશે. જેના સાથે જ આ ભરતીની પરીક્ષા નવેમ્બર કે ડિસેમ્બર 2024માં શારીરિક કસોટી લેવાશે. બિન હથિયારી પીએસઆઈની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે. તો લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાશે.  લોકરક્ષક ભરતીમાં અત્યાર સુધી 3.05 લાખથી વધુ અરજીઓ કન્ફર્મ થઈ છે. છૂટ છાટમાં વય મર્યાદા પાછળથી પૂર્ણ કરનાર ઉમેદવારો ઓગસ્ટમાં પણ ફરી અરજી કરી શકશે. (file photo)