Site icon Revoi.in

શિયાળામાં વાળમાં કન્ડિશનરનો વધુ ઉપયોગ પણ કરી શકે છે નુકશાન, જાણો વાળમાં કન્ડિશનર કઈ રીતે કરવું

Social Share

શિયાળામાં આપણા વાળ ખૂબ જ રુસ્ક થઈ જતા હોય છે, વાળ મેં મોઢા વાળા બરછડ થઈ જતા હોવાથી જાણે વાળ બેજાન બની જોય છે, છેવટે આપણે વાળ ખુલ્લા રાખતા પહેલા પણ વિચાર કરવો પડેશે, જો વાળની આ જ સ્થિતિ વધુ સમય માટે રહે છે તો વાળ ખરવાની પણ ફરીયાદ થવા લાગે છે, આવી સ્થિતિમાં બહેતર છે કે તમારા વાળ ખરતા થાય એ પહેલા જ રુસ્ક બની ગયેલા વાળને સ્મૂથ બનાવા માટે ઘરેલું નુસ્ખાો અને હોમમેડ કન્ડિશનર ઉપયોગ કરો.

દરરોજ તમારા વાળ શેમ્પૂ કરવાનો વિચાર બરાબર નથી. તેનાથી વાળ શુષ્ક પડી શકે છે અને તૂટી શકે છે. માટે અઠવાડિયામાં બે કે ત્રણ વાર જ શેમ્પુ કરવું હિતાવહ છે.આટલી વાતની સાવધાની રાખવી તમારા વાળ ને સુંવાળા અને મેનેજેબલ બનાવવા માટે તેને કન્ડિશન કરવા ખુબ જ જરૂરી વાળ વોશ કરીને કન્ડિશનર ચોક્કસ કરીલો.

જો કે કન્ડિશન અઢવાડિયામાં 2 થી 3 વખત જ કરો કારણ કે તેની અંદર પણ તેની સાથે અમુક રિસ્ક જોડાયેલ છે. જે કન્ડિશનર ની અંદર વધુ સિલિકોન હોય તેવા કન્ડિશનર નો ઉપયોગ કરવાથી તેની અસર તમારા વાળ પર ઉંધી થઇ શકે છે.તે હેર ડેમેજ કરી શકે છે.

આ સાથે જ વાળના રૂટ એટલે કે મૂળ પર કન્ડિશનર નો ઉપયોગ કરવો નહીં. તે તમારા વાળ ના રૂટ ને ખરાબ કરી શકે છે અને તમને ઘણી બધી વાળ ને લગતી સમસ્યાઓ પણ સર્જાઈ શકે છે.

કંડીશનર હંમેશા વાળના મધ્ય થી શરૂ કરી અને અંત સુધી લગાવવું જોઈએ. પરંતુ તેને બે મિનિટ કરતા વધુ લગાવી રાખવું નહિ.જો તમે તમારા વાળમાં કલર કરાવ્યો છે, તો તમારે રંગીન વાળ માટે યોગ્ય કન્ડિશનરનો ઉપયોગ કરવાની જરૂર છે.જેનાથી વાળ સોફ્ટ બને છે.

બને ત્યા સુધી બહારના કેમિકલ .યૂક્ત કન્ડિશનરના બદલે તમે હોમમેડ કન્ડિશનર જેમ કે મધ, કેળા, દહી વગેરેનો ઉપયોગ કરી શકો છો આ કન્ડિશનર તમે અઠવાડિયામાં 4 વખત કરશો તો પણ નુકશાન થવાનો ડર રહેશે નહી.