Site icon Revoi.in

વિદેશમંત્રી જયશંકરે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન સાથે વાતચીત કરી,વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવા પર મુક્યો ભાર

Social Share

દિલ્હી:વિદેશ મંત્રી એસ.જયશંકરે મંગળવારે ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન રિચર્ડ માર્લ્સ સાથે વાતચીત કરી હતી.બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં સમકાલીન પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.માર્લ્સ સોમવારથી ભારતના ચાર દિવસના પ્રવાસે છે.

જયશંકરે ટ્વિટ કર્યું.”ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને રક્ષામંત્રી રિચર્ડ માર્લ્સને મળીને આનંદ થયો.અમે સમકાલીન પડકારોનો અસરકારક રીતે સામનો કરવા માટે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાના મહત્વ પર સહમત થયા છીએ,” તો માર્લ્સએ ચર્ચાને “ઉપયોગી” ગણાવી.

તેમણે કહ્યું,”ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને મળીને ખૂબ જ સારું લાગ્યું.અમે મજબૂત ઈન્ડો-પેસિફિક બનાવવાની અમારી સહિયારી પ્રતિબદ્ધતા સહિત અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પર ફળદાયી ચર્ચા કરી”.

ગયા મહિને સંસદીય ચૂંટણીમાં વડાપ્રધાન સ્કોટ મોરિસનની આગેવાની હેઠળના ગઠબંધનની હાર બાદ વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝની લેબર પાર્ટી સત્તામાં આવી હતી.માર્લ્સની મુલાકાત તે પછી ઓસ્ટ્રેલિયાથી ભારતની પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ગાઢ બન્યા છે.બંને દેશોએ એપ્રિલમાં દ્વિપક્ષીય વેપારમાં વિવિધતા લાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.