Site icon Revoi.in

વિદેશમંત્રી એસ જયશંકરે UN પ્રમુખ એન્ટોનિયો ગુટરેસ સાથે કરી મુલાકાત, સુડાનની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી

Social Share

દિલ્હીઃ-  દેશના  વિદેશ મંત્રી  એસ જયશંકર  વિતેલા દિવસ ગુરુવારેના રોજ સંયુક્ત રાષ્ટ્રના વડા એન્ટોનિયો ગુટેરેસને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે અમે જી 20, યુક્રેન યુદ્ધ સહિત અન્ય ઘણા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

જો કે આ બન્ને નેતાઓ વચ્ચેની મુલાકાત દરમિયાન સુડાનના મુદ્દા પર ચર્ચાઓ થઈ હતી. એસ જયશંકરે કહ્યું કે એન્ટોનિયો ગુટેરેસ સાથે તેમની મુલાકાત સારી રહી. સુદાનની સ્થિતિ પર વધુ ચર્ચા થઈ. તેમણે કહ્યું કે અમે G-20 અને યુક્રેન સંઘર્ષ પર પણ ચર્ચા કરી હતી, પરંતુ સુડાન વિશે વધુ વાત થઈ હતી.

વિદેશ મંત્રી એસ. જયશંકરે યુએન પ્રમુખ સાથે સુડાનમાં સતત બગડતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. જયશંકરે કહ્યું કે વાસ્તવમાં અમારું સંપૂર્ણ ધ્યાન રાજદ્વારી પ્રક્રિયાઓ દ્વારા જમીની સ્તરે વ્યવહારિક યુદ્ધવિરામને કેવી રીતે લાગુ કરી શકાય તેના પર છે.

ઉલ્લેખનીય છે કે  જયશંકર આજરોજ શુક્રવારથી ગુયાના, પનામા, કોલંબિયા અને ડોમિનિકન રિપબ્લિકની નવ દિવસની મુલાકાતે રવાના થવાના છે. વિદેશ મંત્રી તરીકે, આ લેટિન અમેરિકન દેશો અને કેરેબિયન ક્ષેત્રની જયશંકરની પ્રથમ મુલાકાત હશે. લેટિન અમેરિકાનો પ્રવાસ શરૂ કરતા પહેલા જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા અને ગુરુવારે બપોરે યુએન હેડક્વાર્ટરમાં ગુટેરેસને મળ્યા હતા ત્યા સુડાન અંગેની સ્થિતિ પર ચર્ચા કરાઈ હતી.