Site icon Revoi.in

શિયાળામાં ફૂવારા નીચે ન્હાવાની આદત હોય તો ભૂલી જજો, સ્વાસ્થ્યને રહે છે જોખમ

Social Share

 

ગરમીની શરુઆત હવે થઈ ચૂકી છે, આવી સ્થિતિમાં જ્યારે પણ બહારથી ઘરમાં આવીએ એટલે ન્હાવાનું મન થાય છે અને તરત બાથરુિમમાં જઈને શાવર લઈ લેતા હોઈએ છીએ, જો કે રોજેરોજ આ રીતે શાવર લેવું શરીરને નુકશાન પહોંચાડે છે. જે લોકો દરરોજ શાવર સ્નાન કરે છે, તો સાવચેત રહો કારણ કે તમે ભલે તાજગી અનુભવતા હોવ, તે તમારી ત્વચાને ખરાબ અસર કરી શકે છે. 

આ બાબતે એક સંશોધનમાં આ દાવો કરવામાં આવ્યો છે. સ્કિનકેર એક્સપર્ટે દરરોજ સ્નાન કરનારાઓને ચેતવણી આપી છે. તમે સ્કિનને ગ્લો કરવા માટે જે નુસ્ખાો અપનાવો છો તે ખરાબ સાબિત થઈ શકે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોએ તેમની ત્વચાની ખૂબ કાળજી લીધી છે. ઘણા લોકોએ ત્વચાને હાઇડ્રેટેડ, ફ્રેશ અને કરચલી મુક્ત રાખવા માટે તમામ પ્રકારના લોશન અને દવાઓમાં સેંકડો રૂપિયાનું રોકાણ કર્યું છે, પરંતુ આવા લોકોએ દરરોજ સ્નાન કરવાની આદત બદલવી પડશે નહીં તો આ કાળજી તેમના માટે કોઈ કામની નથી.

ધ મિરર’ના અહેવાલ મુજબ, જો તમે શાવરમાં ચહેરો ધોતી વખતે વિચારતા હોવ કે તેનાથી તમારી ત્વચામાં કોઈ કરચલીઓ નહીં પડે તો તે તમારી ગેરસમજ છે. આ સિવાય જો તમે દરરોજ શાવર વડે ચહેરો ધોશો તો પણ તમારા ચહેરા પરથી તૈલીપણું ખતમ થઈ જશે. રિપોર્ટ અનુસાર, ઘણા લોકો શિયાળામાં ગરમ ​​પાણીથી સ્નાન કરે છે, જેના કારણે ચહેરા પર આ  પાણી ત્વચાને નુકસાન પહોંચાડે છે.