Site icon Revoi.in

અફ્ઘાનિસ્તાનના લોકો માટે ફેસબુકે ખાસ પ્રકારનું ટૂલ લોન્ચ કર્યું, વાંચો કેવી રીતે કરે છે કામ

Social Share

અફ્ઘાનિસ્તાનના લોકોને ફેસબુકની મદદ
અફ્ઘાનિ લોકો માટે ખાસ પ્રકારનું ટૂલ લોન્ચ
હવે અંગત જાણકારી લીક થશે નહીં

અફ્ઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા બાદ સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે, લોકોની સ્વતંત્રતા પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે ત્યારે ફેસબુક દ્વારા અફ્ઘાનિસ્તાનના લોકો માટે ખાસ પ્રકારનું ટૂલ બનાવવામાં આવ્યું છે. કંપનીએ તેના અફઘાન વપરાશકર્તાઓ માટે One Click Tool રજૂ કર્યું છે, જેની મદદથી ત્યાં ફેસબુક વપરાશકર્તાઓ તેમની પ્રોફાઇલને લોક કરી શકે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ તમામ સોશિયલ મીડિયા અને ટેક કંપનીઓ તેમના વપરાશકર્તાઓ પ્રત્યે સાવધ બની ગઈ છે. થોડા દિવસો પહેલા ફેસબુકે કહ્યું હતું કે તે તાલિબાનને અમેરિકાના કાયદા અનુસાર આતંકવાદી માને છે. આવી સ્થિતિમાં, તે તાલિબાનના સમર્થનમાં પોસ્ટ કરેલા તમામ એકાઉન્ટ્સ કાઢી નાખશે.

જો વાત કરવામાં આવે આ ટૂલની કામગીરી અંગે તો આ ટૂલ એ રીતે કામ કરે છે કે ફેસબુકે પોતાના યૂઝર્સની સુરક્ષા માટે આ ફીચર રજૂ કર્યું છે. One Click Tool નો ઉપયોગ કર્યા પછી, અન્ય કોઈ વપરાશકર્તા ત્યાંના વપરાશકર્તાઓના ફ્રેન્ડ લિસ્ટ અને ટાઇમલાઇન અને ઇતિહાસ જોઈ શકશે નહીં, જોકે આ સુવિધા ફેસબુક દ્વારા અસ્થાયી રૂપે રજૂ કરવામાં આવી છે.

ફેસબુક સિવાય લિંક્ડઈને તેના અફઘાન યુઝર્સના જોડાણો છુપાવ્યા છે. આવી સ્થિતિમાં, અન્ય વપરાશકર્તાઓ કોઈના પણ જોડાણ વિશે માહિતી એકત્રિત કરી શકશે નહીં. આ સિવાય, યુટ્યુબે કહ્યું છે કે તે તેના પ્લેટફોર્મ પર કોઈ પણ તાલિબાન ચેનલને મંજૂરી આપશે નહીં. આ સાથે, તે ચેનલોને પણ અવરોધિત કરવામાં આવશે, જેના પાછળ તાલિબાનનો હાથ હોવાની શંકા છે. હાલમાં જ યૂટ્યુબ અને ફેસબુકે તેમને આતંકી સંગઠન માનીને તેમના દ્વારા કરવામાં આવતી પોસ્ટને બ્લોક કરી હતી.

ફેસબુકના સિક્યોરિટી પોલિસીના વડા નાથાનિયલ ગ્લેઇચરે કહ્યું છે કે કંપનીએ અફઘાનિસ્તાનમાં ફેસબુક પર લોકોની ફ્રેન્ડ લિસ્ટ જોવાનો કે શોધવાનો વિકલ્પ અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે. આ નિર્ણય અફઘાન વપરાશકર્તાઓને તાલિબાનના સંભવિત હુમલાઓથી બચાવવાના પ્રયાસમાં લેવામાં આવ્યો છે.