Site icon Revoi.in

બ્યૂટી સ્ટાર્ટઅપ નાયકાની સ્થાપક ફાલ્ગુની નાયર દેશની સૌથી અમીર સેલ્ફમેડ મહિલા બની

Social Share

દિલ્હીઃ- બ્યુટી સ્ટાર્ટઅપ નાયકાની સ્થાપક  એવી ફાલ્ગુની નાયર ભારતની સૌથી અમીર સ્વ-નિર્મિત મહિલા બની છે. બુધવારના રોજ નાયકાનીજોરદાર લિસ્ટિંગ થઈ હતી. શેરબજારે આ આઈપીઓનું દિલ ખોલીને સ્વાગત કર્યું, બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના નવીનતમ ડેટામાં આ સમગ્ર બાબતે માહિતી આપવામાં આવી છે.

બ્યુટી અને ફેશન રિટેલર નાયકાના આઈપીઓ એ બુધવારે લિસ્ટિંગ પછી તેના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. આ સાથે, શેરબજારમાં નાયકાના લિસ્ટિંગ સાથે, તેની સંસ્થાપક ફાલ્ગુની નાયર દેશ અને વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ થઈ ચૂકી છે. લિસ્ટિંગ પછી નાયકાના શેરમાં લગભગ 90 ટકાનો વધારો નોંધાયો છે.જેને લઈને ફાલ્ગુની નાયરે આ સિદ્ધી પ્રાપ્ત કરી છે.

બ્યુટી અને ફેશન રિટેલર નાયકાના આઈપીઓ એ બુધવારે લિસ્ટિંગ પછી તેના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. આ સાથે, શેરબજારમાં નાયકાના લિસ્ટિંગ સાથે, તેની સંસ્થાપક ફાલ્ગુની નાયર દેશ અને વિશ્વની સૌથી ધનિક મહિલાઓની યાદીમાં સામેલ થઈ ચૂકી છે. લિસ્ટિંગ પછી નાયકાના શેરમાં લગભગ 90 ટકાનો વધારો નોંધાયો છે.જેને લઈને ફાલ્ગુની નાયરે આ સિદ્ધી પ્રાપ્ત કરી છે

નાયકામાં ફાલ્ગુની નાયરની લગભગ અડધી  ભાગીદારી જોવા મળે છે. આજે શેરબજારમાં નાયકાના લિસ્ટિંગ સાથે, ફાલ્ગુની નાયરની સંપત્તિ 6.5 અરબ ડોલર સુધી પહોંચી ગઈ છે અને તે દેશની સૌથી ધનિક સ્વ-નિર્મિત મહિલા બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે એફએસએન ઇ-કોમર્સ વેન્ચર્સ  નાયકાની મૂળ કંપની છે.ફેશન જગતમાં તે ખૂબજ લોકપ્રિય કંપની બની છે.

Exit mobile version