Site icon Revoi.in

હવે ફેસબૂકમાં ખોટી માહિતીને શેર કરી શકાશે નહી,નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું

Social Share

સોશિયલ મીડિયાને લઈને કહેવામાં આવે છે તેના પર જે માહિતી અથવા લખાણ કે વીડિયોને શેર કરવામાં આવે છે તેમાં કોઈ પાક્કી માહિતી હોતી નથી અને એવું કોઈ કારણ હોતું પણ નથી જેના દ્વારા જાણી શકાય કે માહિતી જે આપવામાં આવી છે જે સાચી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયામાં એવું પણ બંધન પણ નથી કે જેને કોઈ રોકી શકે તેથી તેમાં અનેકવાર ખોટી માહિતીને પણ શેર કરવામાં આવે છે.

પણ હવે આ લોકોની વાત પર લાગશે બ્રેક, કારણ કે ફેસબુક દ્વારા નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે જેનાથી ખોટી શેર થતી માહિતી પર બ્રેક લાગશે. મેટા-માલિકીની ફેસબુકે (Facebook)ગ્રૂપના સભ્યો વચ્ચે શેર કરવામાં આવતી ખોટી માહિતી અથવા ફેક ન્યૂઝને રોકવા માટે ગ્રુપ એડમિન માટે નવા ફીચર્સ ઉમેર્યા છે.

કંપનીએ જણાવ્યું હતું કે તેઓએ Facebook ગ્રૂપ એડમિન માટે વધુ સુવિધાઓ ઉમેરી છે જેમ કે ઇનકમિંગ પોસ્ટ્સને આપમેળે નકારી કાઢવાની સુવિધા જેને થર્ડ પાર્ટી ફેક્ટ-ચેકર્સ દ્વારા ખોટી માહિતી તરીકે આઈડેંટિફાઈ કરી હોય. કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, અમે Facebook ગ્રૂપ એડમિન્સને તેમના ગ્રુપને સુરક્ષિત રાખવામાં, ખોટી માહિતી ઘટાડવામાં અને તેમના માટે કનેક્ટેડ ઓડિયન્સ સાથે તેમના ગ્રુપનું સંચાલન અને વૃદ્ધિ કરવાનું સરળ બનાવવા માટે નવી સુવિધાઓની જાહેરાત કરી રહ્યા છીએ.

Exit mobile version