Site icon Revoi.in

મશહૂર ક્રિકેટર સચિન તેંડુલકર કોરોના પોઝિટિવ થયા બાદ ડોક્ટરની સલાહથી હોસ્પિટલમાં દાખલ થયા

Social Share

મુંબઈ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ફેલાઈ રહ્યો છે, અનેક સિતારાઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે,ત્યારે મશહૂર ક્રિક્રેટર સચિન તેંડુલકરને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. વિતેલા શનિવારે સવારે ટ્વિટર પર ટ્વિટ કરીને આ અંગે તેમણે માહિતી આપી હતી.

તેમણે ચાહકોને જાણ કરતા કહ્યું હતું કે, ‘હું સતત પરીક્ષણ કરાવતો રહેતો હતો, તેમજ તમામ દિશો નિર્દેશોનું પાલન પણ કરતો હતો છતાં હું હળવા લક્ષણો સાથે કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે. મારી જાતને ક્વોરોન્ટાઈન કરી લીધી છે ,ત્યાર હવે આટલા દિવસો બાદ સચિન હોસ્પિટલમાં દાખલ થયા છે.

27 માર્ચે કોરોના પોઝિટિવ થયેલા સચિન તેંડુલકરને હવે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેંડુલકરે ટ્વીટ કર્યું છે કે, ‘તમારી પ્રાર્થના બદલ તમામનો આભાર. ડોક્ટરની સલાહ હેઠળ સાવચેતીના ભાગરુપે મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હું આશા રાખું છું કે થોડા દિવસોમાં ઘરે પાછો આવીશ. કાળજી રાખઓ અને દરેકને સુરક્ષિત રાખો. ‘

ઉલ્લેખનીય છે કે સચિન અનેક પ્રકારના કોરોનાના દિશા નિરિ્દેશોનું પાલન કરતા હતા, તેઓ ખાસ ધ્યાન રાખતા હતા છત્તાં કોરોના પોઝિટિવ થયા છે આ પહેલા પણ અનેક બોલિવૂડના સ્ટાર્સ થી લઈને રમતજગતના સ્ટાર્સ પણ કોરોનાગ્રસ્ત થયા હતા.

સાહિન-