Site icon Revoi.in

દિલ્હીમાં આજે કેટલીક માંગોને લઈને ખેડૂતોની રેલી – સરકાર સામે વિરોધ પ્રદર્શન

Social Share

દિલ્હીઃ આજ રોજ દિલ્હી ખાતેના  રામલીલા મેદાનમાં ખેડૂતો દ્રારા સરકાર સામે વિરોધ રેલી યોજાવા જઈ રહી છઠે.ભારતીય કિસાન સંઘ પોતાની માંગણીઓને લઈને આજે વિરોધ નોંધાવશે છે. ખેડૂતોનું આ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંબંધિત છે.જાણકારી પ્રમાણે ભારતીય કિસાન સંઘનું આ પ્રદર્શન અનેક માંગણીઓને લઈને છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ખેડૂતો દ્રારા પોતાની માંગણીઓને લઈને આ પ્રદર્શન કરાઈ રહ્યું છે,ખેડૂતોની માંગ  છે કે કૃષિ પેદાશોને GST મુક્ત બનાવવી જોઈએ અને PM કિસાન સન્માન નિધિની રકમ ખેતીના વધેલા ખર્ચના પ્રમાણમાં વધારવી જોઈએ.

ખેડૂતોની બીજી માંગ છે કે અનાજમાં સબસિડી ઉપરાંત, ખેડૂતોને DBT દ્વારા આર્થિક સહાય આપવામાં આવે.આ સહીત સિંચાઈ અને નદી લિંક પ્રોજેક્ટ માટે પણ મદદ પૂરી પાડવી જોઈએ. તેમ ખેડૂત સંઘનું કહેવું થે.

વધુ માહિતી પ્રમાણે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવાની સાથે BKS ખેડૂતોની આવક વધારવાની પણ માંગ કરી રહી છે. ગ્રામીણ કૃષિ બજારમાં 22,000 હાટ વિકસાવવાની પણ માંગ છે. આ સાથે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂ.3 લાખથી વધારીને રૂ.10 લાખ કરવાની માંગણી છે.આવી અનેક માંગો સલાથે ખેડૂત સંઘ આજે પ્રદર્શન કરી રહ્યું છે.

Exit mobile version