Site icon Revoi.in

ફેશન સેન્સ: આ પ્રકારનું ડ્રેસિંગ સેન્સ, તમારી પર્સનાલિટીમાં લગાવશે ચાર-ચાંદ

Social Share

લોકો હંમેશા જ્યારે કપડા લેતા હોય છે તે ત્યારે પહેલા તો પોતાની મરજીથી પેન્ટ લેશે અને પછી પોતાને ગમતો શર્ટ લેશે. અને મોટાભાગના સમયમાં એવું બનતું હોય છે કે તેનું કોમ્બિનેશન એટલુ સારુ હોતું નથી. આ કારણે પર્સનાલિટીનો કચરો થઈ જાય છે એવું પણ કહી શકાય. તો હવે આ બધી બાબતોનું ધ્યાન રાખવું હોય તો આ પ્રકારે તમે પોતાનું ડ્રેસિંગ સેન્સ બનાવો અને પોતાને સેટ થાય તે પ્રકારે કપડા પહેરો.

સાડી અને લહેંગા સાથે ક્રોપ ટોપ પહેરો – જો તમારી પાસે સાડી સાથે બ્લાઉઝ તૈયાર કરવાનો સમય નથી તો તમે સાડી સાથે ક્રોપ ટોપ કેરી કરી શકો છો. આ તમને શાનદાર લુક આપશે. તમે સાડી સાથે એમ્બ્રોઇડરી કરેલું ક્રોપ ટોપ પહેરી શકો છો.

આ ઉપરાંત વાત કરવામાં આવે અન્ય ફેશન સેન્સની તો પ્લાઝો સાથે ક્રોપ ટોપ પહેરો – પ્લાઝો સાથે ક્રોપ ટોપ પહેરવાનું પણ આ દિવસોમાં ટ્રેન્ડમાં છે. તે તમને ઈન્ડો-વેસ્ટર્ન લુક આપે છે. તમે પલાઝો સાથે એમ્બ્રોઇડરી કરેલ કેરી કરી શકો છો. તેની સાથે સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પહેરીને લુક કમ્પ્લીટ કરો.

છોકરીઓ શર્ટ સાથે તમે ડેનિમ શર્ટ અથવા ટાઈ ડાઈ શર્ટ સાથે ક્રોપ ટોપ જોડી શકો છો. આ તમને સુંદર દેખાવ આપશે. ટાઇ ડાઇ શર્ટ સાથે ક્રોપ ટોપની સ્ટાઇલ આજકાલ ટ્રેન્ડમાં છે. તમે તેને ડેનિમ જેકેટ સાથે પણ જોડી શકો છો.