Site icon Revoi.in

ફાસ્ટેગથી માત્ર ટોલટેક્સ જ નહી પરંતુ હવેથી તમારા પેટ્રોલ-ડિઝલનું પણ બિલ પે કરી શકાશે, જોઈલો કઈ રીતે

Social Share

સામાન્ય રીતે આપણે ફાસ્ટ ટેગનો ઉપયોગ ટોલટેક્સની ચૂકવણી માટે કરતા આવ્યા છે, પરંતુ હવે તેનો ઉપયોગ બમણો થયો છે, તમે તમારા વાહનોમાં ઈંઘણ પુરાવવા માટે પણ હવેથી ફાસ્ટટેગનો ઉપયોગ કરી શકો છો,જો કે આ માટે કેટલીક ચોક્કસ બેંકમાં તમારું ખાતુ હોવું જરુરી છે.

મળતી માહિતી પ્રમાણે આઈડીએફસી ફર્સ્ટ બેંક અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડએ એચપીસીએલ રિટેલ આઉટલેટ્સ પર આઈડીએફસી ફર્સ્ટ બેંકના ફાસ્ટટેગનો ઉપયોગ કરીને પેટ્રોલ અને ડીઝલની ખરીદી  કરી તેનું પેમેન્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.આ માટે તમારે આઈડીએફસી ફર્સ્ટ બેંકનો આ ફાસ્ટેગ પસંદ એચપીસીએલ રિટેલ આઉટલેટ્સ પર ખરીદી અને  રિચાર્જ કરી શકાય છે.

આ બાબચતે એચપીસીએલ રિટેલ આઉટલેટ્સ પર આઈડીએફસી ફર્સ્ટ બેંક  કે જે લોકો ફાસ્ટટેગનો ઉપયોગ કરે છે તેવા 50 લાખ ડ્રાઇવરો માટે ફાસ્ટટેગની ખરીદી અને ઉપયોગની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.ઉલ્લેખનીય છે કે આ બાબતને લઈને HPCL અને IDFC ફર્સ્ટ બેંકના વરિષ્ઠ મેનેજમેન્ટે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અત્યાર સુધી ફાસ્ટેગનો ઉપયોગ માત્ર ટોલ ટેક્સની ચુકવણી માટે જ કરવામાં આવતો હતો.

આ સાથે જ ફાસ્ટેગ ઘરાવનારા લોકો તેની મદદ થી ઈંઘણની ચૂકવણી કરીને આકર્ષક રિવોર્ડ પોઇન્ટ મેળવી શકે છે. હવે FASTag બેલેન્સનો ઉપયોગ કરીને FASTag ને “HP Pay app” મોબાઇલ એપ્લિકેશન સાથે લિંક કરીને ચુકવણી  કરવામાં આવે છે.