Site icon Revoi.in

પિતા કરી શકે છે પુત્રી સાથે લગ્ન!, આ દેશની સંસદમાં પાસ થયું આ બિલ

Social Share

ઈરાન : ઈરાનની સંસદમાં એક એવું બિલ પારીત થયું છે કે જેને જાણીને દરેકને આશ્ચર્ય થશે. આ બિલ પ્રમાણે, પિતા પોતાની જ પુત્રી સાથે લગ્ન કરી શકે છે. જી હા, હવે ઈરાનમાં એક પિતા પોતાની પાળેલી-પોષેલી પુત્રીના લગ્ન કરવાનો હક ધરાવે છે. માત્ર, પુત્રીની વય 13 વર્ષથી વધારે હોય અને તેને દત્તક લેવામાં આવી હોય. એટલે કે ઈરાનમાં વ્યક્તિ 13 વર્ષથી વધારે ઉંમરની દત્તક લેવામાં આવેલી પુત્રી સાથે લગ્ન કરી શકે છે.

ઈરાનમાં આ બિલ 22 સપ્ટેમ્બરે પારીત કરવામાં આવ્યું છે. આ દેશમાં કામ કરી રહેલા ઘણાં એક્ટિવિસ્ટોએ આ બિલનો વિરોધ પણ કર્યો છે. તો લંડન ખાતેના જસ્ટિન ફોર ઈરાન નામના ગ્રુપના માનવાધિકારવાદી વકીલ શદી સદરે ધ ગાર્ડિયનને જણાવ્યું છે કે આ બિલ પેડોફિલિયા એટલે કે બાળ શોષણને કાયદેસરતા બક્ષી રહ્યું છે. પોતાની દત્તક લીધેલી પુત્રી સાથે લગ્ન કરવા ઈરાની સંસ્કૃતિનો હિસ્સો નથી. દુનિયામાં રહેલા બાકીના દેશોની જ જેમ ઈરાનમાં પણ અનાચાર છે. પરંતુ આ બિલ ઈરાનમાં બાળકો પ્રત્યે ક્રાઈમને પ્રોત્સાહન આપે છે. જો પિતા જ પોતાની દત્તક લીધેલી સગીરા સાથે લગ્ન કરી સેક્સ કરશે, તો તે રેપ છે.

શદી સદરના જણાવ્યા પ્રમાણે, ઈરાનના કેટલાક અધિકારીઓનું માનવું છે કે આ બિલને પારીત કરવાનો ઉદેશ્ય હિજાબની પરેશાનીને સુધારવાનો છે, કારણ કે દત્તક લેવામાં આવેલી પુત્રીને પિતાની સામે હિજાબ પહેરવાનો હોય છે અને દત્તક લેવામાં આવેલા પુત્રની સામે માતાએ હિજાબ પહેરવો પડે છે.

તેમમે કહ્યું છે કે કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે નવું બિલ ઈસ્લામિક માન્યતાઓનો વિરોધ કરે છે અને ગાર્જિયન કાઉન્સિલ તેને પારીત કરશે નહીં.

ઈરાનમાં બાળકોના અધિકારોની સુરક્ષા કરનારી સંસથાના ચીફ શિવા ડોલાતાબાદીએ આ બિલને લઈને ચેતવણી આપી છે કે આનાથી બાળકોની પ્રત્યેના અપરાધ વધશે. આવા પરિવારોમાં બાળકો સુરક્ષિત મહસૂસ કરી શકશે નહીં.

મહત્વપૂર્ણ છે કે આ ઈસ્લામિક દેશમાં 13 વર્ષથી વધુ વય ધરાવતી સગીરાના તેના પિતાની મંજૂરીથી નિકાહ થઈ રહ્યા છે. તો યુવકોના લગ્ન 15 વર્ષની વયે થઈ શકે છે. ઈરાનમાં 13 વર્ષથી ઓછી વયની યુવતીઓના લગ્ન જજની મંજૂરીથી થઈ શકે છે.

ઈરાનમાં 2010માં 10થી 14 વર્ષની વચ્ચેના 42 હજાર બાળકોના લગ્ન થયા છે. ઈરાનની ન્યૂઝ વેબસાઈટ તબનકના પ્રમાણે, માત્ર તેહરાનમાં જ 75 બાળકો, કે જેમની વય 10 વર્ષથી ઓછી હતી, તેમના લગ્ન થયા હતા.