Site icon Revoi.in

ઘનુષ-એશ્વર્યાના તૂટતા લગ્ન સંબંઘ અંગે પિતા રાજા કસ્તુરીએ  તોડ્યું મોન,કહ્યું કે…..

Social Share

 

મુંબઈઃ- છેલ્લા કેટલાક દિવસોથી સાઉથના સુપર સ્ટાર ઘનુષ અને પત્ની એશ્વર્યાના સંબંધો તૂટવાની ચર્ચાએ જોર પકડ્યું છે, તેઓ પોતાના 18 વર્ષના લગ્ન જીવનનો અંત લાવી રહ્યા છે, આ સમાચારને લઈને અનેક અટકળો આવી રહી છે, આ  વચ્ચે ધનુષના પિતા અને ફિલ્મ નિર્માતા કસ્તુરી રાજાએ પોતાનું મૌન તોડ્યું છે.

ધનુષના પિતાએ તેમના અલગ થવાનું કારણ પારિવારિક ઝઘડાને ગણાવ્યું છે. તેણે તમામ અફવાઓને નકારી હતી ક અને એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે ધનુષ અને ઐશ્વર્યા છૂટાછેડા નથી લઈ રહ્યા.

કસ્તુરી રાજાએ વધુમાં કહ્યું કે ધનુષ અને ઐશ્વર્યાના અલગ થવા પાછળનું કારણ માત્ર મતભેદ છે. જેમ દરેક પરિણીત યુગલ વચ્ચે ઝઘડો થાય છે, તેમ તે પારિવારિક ઝઘડો છે. આનો અર્થ એ નથી કે બંને છૂટાછેડા લઈ રહ્યા છે. હાલમાં ધનુષ અને ઐશ્વર્યા બંને ચેન્નાઈમાં નથી. મેં બંને સાથે વાત કરી, તેઓ બંને હૈદરાબાદમાં છે.

ઉલ્લેખનીય છે કે ઘનુષે 2004માં રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. તેમને બે પુત્રો છે – યાત્રા અને લિંગા. બંનેએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સંયુક્ત નિવેદન જારી કરીને તેમના અલગ થવાની માહિતી આપી હતી.

Exit mobile version