દિલ્હી – દેશભરમાં મહિલાઓ દરેક ક્ષેત્ર માં આગળ આવી રહી હે હવે અનેક પોસ્ટ પરે પણ મહિલાઓનો દબદબો જોવા મળે છે ત્યારે હવે કેપ્ટન ફાતિમા વસીમે સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બનીને ઈતિહાસ રચ્યો છે.
સિયાચીન બેટલ સ્કૂલમાં કડક તાલીમ મેળવ્યા પછી, તેમને 15200 ફૂટની ઉંચાઈ પર સ્થિત ઓપરેશનલ પોસ્ટ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા. કેપ્ટન ફાતિમા વસીમ પ્રથમ મેડિકલ ઓફિસર બન્યા ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કેપ્ટન ફાતિમા વસીમ સાથે સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે.
સેન એ આ વિડિયો શેર કરવાની સાથે જ તેમાં લખ્યું હતું કે સિયાચીન વોરિયર્સની કેપ્ટન ફાતિમા વસીમ સિયાચીન ગ્લેશિયર પર ઓપરેશનલ પોસ્ટ પર તૈનાત થનારી પ્રથમ મેડિકલ ઓફિસર બની છે. તેમણે કહ્યું કે કેપ્ટન ફાતિમા વસીમની 15 હજાર ફીટ પર પોસ્ટિંગ તેમની અદમ્ય ભાવના અને ઉચ્ચ પ્રેરણાને દર્શાવે છે.