Site icon Revoi.in

કોરોનાની ત્રીજી લહેરનો ભય – જર્મનીમાં એપ્રિલ મહિના સુધી લંબાવાયું લોકડાઉન

Social Share

દિલ્હી -સમગ્ર વિશ્વ એક વર્ષ બાદ ફરી હતી તે સ્થિતિમામ પહોંચ્યું છે, ઠેર- ઠેર કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે,કોરોના વાયરસના વધતાકહેરને લઈને જર્મનીમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કોરકોનાને લઈને અનેક દેશોએ અનેક પાબંધિઓને ફરીથી અમલમાં મૂકવાની શરુાત કરી દીધી છે,

ત્યારે દજર્મનીમાં કોરોનાના કહેર વર્તાતા લોકડાઉન એક મહિના સુધી લંબાવી દેવામાં આવ્યું છે, બીજી તરફ અનેક પ્રતિબંધો પણ લાગુ કરવામાં આવી ચૂક્યા છે.

આજરોજ મંગળવારના દિવસે જર્મનીના ચાન્સેલર અંગેલા મર્કેલે દેશના 16 રાજ્યોના ગવર્નરો સાથે વાતચીત કરી હતી , આ સમગ્ર ચર્ચાઓ બાદ તેમણે 18 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાના આદેશ જારી કર્યા હતા, ઉલ્લેખનીય છે કે જર્મનીમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડળઆઈ રહ્યો છે જેને લઈને તંત્ર સતર્ક બન્યુ છે.

ઉલ્લેખનીય છે કે,જર્મનીમાં બ્રિટનના કોરોના વાયરસના નવા પ્રકારનો કહેર વર્તાઈ રહ્યો છે,. આ વેરિયન્ટને લઈને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છ. જર્મનીમાં અમેરિકાથી પણ વધારે સંક્રમણના કેસ સામે આવતા લોકડાઉન કરવાની ફરજ પડી છે.

જર્મનીમાં કોરોના વાયરસની ત્રીજી લહેર જોવા મળી રહી છે. ચાન્સેલર મર્કેલે કહ્યું કે આપણે એક નવી મહામારીનો સામનો કરી રહ્યા છે. આપણાં દેશમાં એક વાયરસનો નવો વેરિયન્ટ ફેલાઈ ચૂક્યો છે. આ વેરિયન્ટ વધારે ઘાતક અને લાંબા સમય સુધી સંક્રમક રહેનારો છે. જેને લઈને સતર્કતા દાખવવાનો સાચો સમય આવી ગયો છે.

સાહિન-