Site icon Revoi.in

દેશમાં ફરી સતાવતો કોરોનાનો ડર – છેલ્લા 24 કલાકમાં 13 હજારથી વધુ કેસ નોધાયા, સક્રિય કેસો 80 હજારથી વધુ

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાના કેસો વધતા જોવ મળી રહ્યો છે, કોરોનાના કેસ હવે દરરોજ 8 હજારને પાર નોંધાઈ રહ્યા છે જો વિતેલાદિવસની વાત કરીએ તો 9 હજાપથી વધુ કેસ સામે આવ્યા હતા ત્યારે ફરી એક વખત છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના કેસોમાં મોટા ઉછાળો નોંધાયો છે

દેશમાં જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 13 હજાર 195 નવા કેસ સામે આવ્યા છે. ગત દિવસની સરખામણીમાં કોરોનાથી મૃત્યુઆંક લગભગ 3 ગણો વધી ગયો છે. બુધવારે કોરોનાથી 38 લોકોના મોત થયા છે, જ્યારે મંગળવારે 13 લોકોના મોત થયા છે.

બીજી તરફ દેશભરમાં એક્ટિવ કેસની વાત કરીએ તો તે 83 હજાર 990 જોવા મળે છે. છેલ્લા 24 કલાકમાં 10 હજાર 972 લોકો કોરોનાથી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 42,736027 લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 38 લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા શુક્રવારે દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને લઈને નિષ્ણાતોની ટીમ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં દર્દીઓની સંખ્યા વધતી જોવા મળી રહી છે