Site icon Revoi.in

ચીનને સતાવતો કોરોનાનો ભય- પોઝિટિવ દર્દીઓને મેટલના બોક્સમાં આઈસોલેટ કર્યા

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં કોરોનાનો સતત કહેર વર્તાઈ રહ્યો છે, દેશની મહાસત્તા ગણાતા અમેરિકામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે અમેરિકાની આ સ્થિતિ જોઈને હવે ચીન પમ સતર્ક બન્યું છે, ચીન કોરોના મૂક્ત બનવા માટે દર્દીઓને આઈસોલેટકરવાની નવી સિસ્ટમ અપનાવી છે,જે જોઈને સૌ કોઈ આશ્વર્ય પામ્યું છે.આ જોતા એમ કહી શકાય કે અમેરિકા પાસેથી સબક શીખીને ચીન હવે જીરો કોવિડ પોલીસી અપનાવતું જોવા મળ્યું છે.

ચીનને લઈને સોશિયલ મીડિયા પરના કેટલાક વીડિયો  વાયરલ થયા છે તે દર્શાવે છે કે લાખો લોકોને ક્વોરેન્ટાઈન કેમ્પમાં રાખવામાં આવ્યા છે, જ્યારે ઘણા સંક્રમિત દર્દીઓને મેટલ બોક્સમાં કેદ કરવામાં આવ્યા છે. ચીન આવતા મહિને વિન્ટર ઓલિમ્પિકની યજમાની કરવા જઈ રહ્યું છે તે જોતાં કોવિડને લઈને કડક વલણ વધારી દેવામાં આવ્યું છે.

ચીનના વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કોરોનાના દર્દીઓ સાથે કયા પ્રકારનું કડક વલણ અપનાવામાં આવી રહ્યું છે. પ્રતિબંધોના નામે નાગરિકો સાથે ખૂબ જ કડક વર્તન કરવામાં આવે છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે અહીં કોરોનાગ્રસ્ત દર્દીઓને  મેટલ બોક્સમાં  ઘકેલીદેવાયા છે.જેમાં ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો દરેકનો સમાવેશ થાય છે.કોવિડ સંક્રમિત કિસ્સામાં, તેઓને બે અઠવાડિયા માટે આ બોક્સમાં કેદ કરવામાં આવે છે. આ બોક્સમાં ખાસ રીતે લાકડાના પલંગ અને શૌચાલય પણ ઉપલબ્ધ કરાવાયા છે.

એક જોતા એમ કહી શકાય કે ચીનના લોકો સાથે ખરાબ વર્તન પણ થી રહ્યું છે કારણ કે સમાચારમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિસ્તારમાં એક પણ સંક્રમિત વ્યક્તિ જોવા મળે છે, તો સમગ્ર વિસ્તારના લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. તેમને વાહનોમાં ભરીને કેમ્પમાં લઈ જવામાં આવી રહ્યા છે.

આથી વિશેષ એવું કહેવામાં આવી રહ્યું છે કે સંક્રમણ લાગવા પર, ઘણા વિસ્તારોના લોકોને અડધી રાત્રે કહેવામાં આવે છે કે તેઓએ ઘર છોડીને ક્વોરેન્ટાઇન કેમ્પમાં જવું પડશે.અને આ વાતના પુરાવા ચીનના નાગરિકો દ્રારા જ મળે છે, જેઓ એ સોશિયલ મીડિયા પર સતત વીડિયો અપલોટ કર્યા છે જે હાલ ચીનની સ્થિતિ દર્શાવી રહ્યા છે.