Site icon Revoi.in

ભારત અને ચીન વચ્ચે વેપાર યુદ્ધના ભણકારા

Social Share

નવી દિલ્હી– : છેલ્લા કેટલાક દિવસોથી ભારત અને ચીન વચ્ચે તણાવપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે, ચીનના કેટલાક બીજા દેશઓ સાથેના સંબધો પણ સારા રહ્યા નથી ત્યારે આ સમગ્ર બાબત વચ્ચે હવે ભારત અને ચીન વચ્ચે વેપાર યુદ્ધના ભણકારા વાગી રહ્યા હોય તેમ જોવા મળી રહ્યું છે,

ભારતમાં નિર્માણ પામતી ફાયબર ઓપ્ટિક પ્રોડક્ટની આયાત પરની એન્ટી ડમ્પિંગ ડયુટીમાં પાંચ વર્ષ સુધી વધારો કરવાની ચીન એ કરેલી જાહેરાત પછી ભારત દ્વારા જણઆવાયું છે કે, ચીનમાંથી મોટા પ્રમાણમાં ઓપ્ટિક ફાઇબર કેબલ ભારતમાં ખાલી કરાય છે.

મળતી માહિકતી પ્રમાણે આ વાતાઘાચ વચ્ચે હવે ભારત પણ ચીનમાંથી કરવામાં આવતી આયાત પર ડ્યૂટી વધારવાની દીશામાં આગળ વધી શકે છે,આ પહેલા ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડ વોર જોવા ણળ્યું છે તો હવે ભારકત પણ ચીનને આ બાબતે પડકાર આપી શકે છે.પછી હવે ચીન-ભારત વચ્ચે પણ વેપાર યુદ્ધ શરુ થશે તેવા અણસાર જોઈ શકાય છે

સુત્રો પાસેથી મળતી વિગત અનુસાર, ભારત સરકાર ચીનમાંથી આયાત થતા સિંગલ મોડ ઓપ્ટિકલ ફાયબરની આયાત પર રેમેડિયલ ડયુટી થોપવાની દીશામાં પણ આગળ વધી શકે છે, ડિરેક્ટર જનરલ ઓફ ટ્રેડ રેમેડિસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પણ એ બાબત જાણવા મળી છે કે ચીનમાંથી મોટા પ્રમાણમાં ઓપ્ટિક ફાઇબર કેબલ ભારતમાં ઠાલવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ડીજીટીઆર એન્ટી ડમ્પિંગ, કાઉન્ટરવેલિંગ ડયુટી અને સાવચેતીના પગલા સહિતના તમામ ટ્રેડ રેમેડિયલ પગલાઓનું સંચાલન કરતી એક સિંગલ વિન્ડો એજન્સી છે.

આ સમગ્ર બાબતે જીણવટભરી તપાસ બાબતે ડીજીટીઆરએ કહ્યું કે, ચીને સિંગલ મોડ ઓપ્ટિકલ ફાયબરની ડમ્પિંગ ડયુટી વધારતા ભારતીય ઉત્પાદકર્તાઓને ભારે ખોટ થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, જેને લઈને ડીજીટીઆરએ 10 ટકા સેફગાર્ડ ડયુટીની ભલામણ આદરી છે, ભારત સરકાર દ્વારાજુલાઇ, 2019માં સિંગલ મોડ ઓપ્ટિકલ ફાયબરની બેઝિક કસ્ટમ ડયુટીમાં પાંચ ટકાનો વધારો કર્યો હતો. નાણા મંત્રાલય આ બાબતમાં ટૂંક સમયમાં નિર્ણય લે તેવી શક્યતાઓ નોંધાઈ રહી છે.

સાહીન-