- ભાગંરો વાળ માટે ઉત્તરમ ઔષધિ
- સાથે જ ત્વચા પર લ્ગો પણ લાવે છે
આપણે આપણી ત્વચા અને વાળને લઈને હંમેશા ચિંતિંત રહીએ છીએ કંઈકને કંઈક મોંધા પ્રોડક્ટ થકી વાળ અને ત્વચા પર ગ્લો લાવવોન પ્રયાસ કરીએ છીએ જો કે આજે વાત કરીશું ભાંગરા વિશે,જે વાળ માટે પ્રાચીન કાળથી ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે જો કે આ ભાંગરો ત્વા પર નિખાર લાવવાનું પણ કામ કરે છે,તો આજે વાત કરીશું ભાંગરોના ઉપયોગ વીશે ત્વચા અને વાળમાં કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય
ભાંગરાનો ત્વચા માટે ઉપયોગ
ચાના મેલાનિન રંગદ્રવ્યને સુધારવામાં મદદ કરે છે. જ્યારે તમે તમારી ત્વચા પર ભાંગરો વાટીને લગાવો છો, ત્યારે ત્વચાનો સ્વર સુધરે છે. આ ઔષધીય વનસ્પતિ કોષોના પુનર્જીવનમાં પણ મદદ કરે છે.
ભાંગરાને પાણીમાં ઉકાળીને એ પાણીને નાહવાના પાણી સાથે મિક્સ કરવું. આ પાણીથી નાહવાથી ત્વચાનો રંગ ખીલે છે. ભાંગરાનો લેપ ચહેરા પર લગાવવાથી નિખાર તો આવે જ છે અને સાથે ખીલના ડાઘ કે કથ્થઈ રંગના ડાઘ પણ દૂર થાય છે.
આ સહીત ભાંગરો તે ખરજવું જેવી ત્વચાની સમસ્યાઓની સારવાર માટે જાણીતું છે. તે ત્વચાને નિખારવામાં પણ મદદ કરે છે. જો ત્વચાની સમસ્યાવાળા લોકો કેમિકલ ઉત્પાદનોનો ઉપયોગ ટાળવા માંગતા હોય તો આ કુદરતી ઘટકનો ઉપયોગ કરી શકાય છે.
આ સહીત ઘી માં ભાંગરો નાખીને તેને ઉકાળી લેવું. જ્યારે ભાંગરાનો રસ ઘીમાં ભળી જાય ત્યારે ગૅસ બંધ કરી દેવો. આ ઘીને તમે સૌંદર્યપ્રસાધન તરીકે વાપરી શકો છો.
વાળ માટે ભાંગરાનો ઉપયોગ
જ્યારે તમે દરરોજ વાળમાં ભાંગરો વાટીને તેનો રસ લગાવો છો, ત્યારે તે શુષ્કતા, ખંજવાળ અને ફ્લેકી ત્વચાને ઘટાડે છે. આવી સ્થિતિમાં, તમારા વાળ હંમેશા સ્વસ્થ અને પોષણયુક્ત દેખાય છે.
આ ઉપરાંત વાળ ખરતા હોય તેની સમસ્નોંયામાં પણ ભઆંગરાનો રસ લગાવવો જોઈએ જે વાળના વિકાસને પણ પ્રોત્સાહન આપે છે. વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તે શ્રેષ્ઠ છે.
નાની વયે સફેદ થતા વાળ, ખરતા વાળ, વાળનો જથ્થો ઓછો હોય આ તમામ સમસ્ઉયામાં ભાંગરાનો ઉપયોગ કરવાની રીત જાણી લો. ભાંગરાનું તેલ વાળના સ્કૅલ્પ પર લગાવવું. વાળનો કુદરતી રંગ પાછો લાવવામાં એ મદદરૂપ થાય છે.ભાંગરાનો ઉપયોગ કાળા વાળની ઉંમર વધારે છે. વાળના સફેદ થવાના સમયને લંબાવે છે.
ભાંગરાના ઉપયોગથી વાળને ચમકદાર અને ચમકદાર રાખવામાં મદદ મળે છે. તમારા વાળમાં તેનો લેપ લગાવવાથી વાળ સુંદર દેખાશે આ સહીત માથાની ત્વચામાં થતા ખીલ, ખોડો દૂર કરે છે.