Site icon Revoi.in

તહેવારોનો માહોલ, પ્રવાસીઓની ભીડ સાસણ ગીરમાં પણ જામી

Social Share

ગીર સોમનાથ: કોરોનાનો માહોલ હજુ પણ દેશમાં આમ તો યથાવત છે, ભલે કોરોનાના કેસ દેશમાં ઓછા આવી રહ્યા હોય પણ આ વખતે કોરોનાથી રાહત મળતા લોકોમાં હજુ પણ ફરવાને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો દેશના ખૂણે ખૂણે ફરવા માટે પહોંચ્યા છે અને તેના કારણે પ્રવાસન ક્ષેત્રમાં પણ ભારે સકારાત્મક ઉછાળો જોવા મળ્યો છે.

તહેવાર પર તમામ ફરવા લાયક સ્થળો પર માનવ મહેરામણ ઉમટ્યું હતું. ત્યારે તહેવારોની રજા માણવા વિવિધ શહેરોમાંથી લોકો સાસણ ગીર પહોંચ્યા હતા. સાસણ ગીર અને દેવળીયા સફારી પાર્કમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી.તો અગાઉ થી જ ગીર જંગલ સફારી માં અને સિંહ દર્શન માટે ઓનલાઈન બુકિંગ થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી કોરોના ને કારણે લોકો પોતાના ઘરે પુરાયેલા હતા, પરંતુ આ વર્ષે કોરોના ના કેસ માં ઘટાડો જોવા મળતા સરકારની ગાઈડ લાઈન મુજબ ધાર્મિક અને ફરવા લાયક સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતાં.