Site icon Revoi.in

વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરમાં ગેસ સિલિન્ડર ફાટતાં ભીષણ આગ લાગવાની ઘટના , 25 બોટ બળીને ખાખ

Social Share

 

દિલ્હી – દેશના અનેક વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જય રહી છે ત્યારે વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બર બોટમાં આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે

પ્રાપ્ત માહિતી પ્રમાણે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં ફિશિંગ બંદરમાં એક મોટી દુર્ઘટના જોવા મળી છે.આજરોજ સોમવારે ફિશિંગ હાર્બર પર ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 25 યાંત્રિક ફિશિંગ બોટ બળીને રાખ થઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ બોટમાં આગ LPG સિલિન્ડરના કારણે લાગી હતી. બોટમાં રાખવામાં આવેલા એલપીજી સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ ફાટી નીકળી હતી અને વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી.આ બોટ લાકડાની બનેલી છે, જેમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.

જો કે એલપીજી સિલિન્ડર કેમ ફાટ્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.  આગ પર કાબૂ મેળવવા માટે ચારથી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.  આ અકસ્માતમાં કોઈને નુકસાન થયું નથી. અને આગના કારણે 40 બોટને નુકસાન થયું છે. તેમણે જણાવ્યું કે દરેક બોટની કિંમત લગભગ 40 લાખ રૂપિયા હતી

આ આગ રવિવારે મોડી રાત્રે લાગી હતી. આગ સોમવારે સવાર સુધી ચાલુ રહી હતી. તઘટનાનો વીડિયો ટ્વિટર પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં બોટ સળગતી જોઈ શકાય છે. બંદર પર હાજર સ્થાનિક માછીમારોએ આગ લાગ્યા બાદ તાત્કાલિક સ્થાનિક પોલીસને ફોન કરી ઘટના અંગે જાણ કરી હતી.

આ અંગે માછીમારોએ જણાવ્યું હતું કે આગ સૌપ્રથમ એક બોટમાંથી લાગી હતી. આ પછી આગ ફેલાતી રહી અને 25 બોટને તેની અસર થઈ. લોકોએ જણાવ્યું કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે કોઈને કંઈ સમજાયું નહીં. આગ ઝડપથી ફેલાઈ અને અન્ય બોટ સુધી પહોંચી ગઈ. તેણે કહ્યું કે નજીકમાં બોટ પાર્ક કરવામાં આવી હતી. જેના કારણે બોટમાં આગ ઝડપથી ફેલાઈ હતી.
Exit mobile version