Site icon Revoi.in

ફિલ્મ અભિનેતા કૃણાલ ખેમુનો ડાન્સ કરતો વીડિયો થયો વાયરલ, લોકો કરી રહ્યાં છે પસંદ

Social Share

મુંબઈઃ તાઉતે વાવાઝોડાની વ્યાપક અસર મુંબઈમાં જોવા મળી હતી. તોફાનને ધ્યાનમાં વહીવટીતંત્રની સાથે ફિલ્મ કલાકારોને લોકોને ઘરની બહાર કામ વગર નહીં નીકળવા અપીલ કરી હતી. દરમિયાન ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાને પોતાના ઘરની છત ઉપરથી વાવાઝોડાનો વીડિયો શૂટ કર્યો હતો. આ દરમિયાન તેમને પતિ કુણાલ ખેમુ કેમેરાની સામે આવ્યાં હતા. તેમજ તેજાબ ફિલ્મનું ગીત ગાતા-ગાતા ડાન્સ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો પસંદ કરી રહ્યાં છે.

અભિનેતા કૃણાલ ખેમુએ કેમેરાની સામે સુપરસ્ટાર અનિલ કપૂરની સુપરહિટ ફિલ્મનું લોકપ્રિય ગીત કહ દો કિ કુમ ગાયું હતું. તેમજ પોતાના શ્વાનની સાથે ડાન્સ કર્યો હતો. અભિનેતાએ વાતાવરણને ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો. જો કે, વીડિયોને જોઈને મહોલ્લાના યુવાનોની યાદ તાજી થઈ જાય છે. આ વીડિયોને સોહા અલી અને કૃણાલ ખેમુએ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. આ વીડિયોને જોઈને સોફી ચૌધરી, સબા અલી ખાન, શિખા તલ્સાનિયા સહિતના કલાકારોએ પસંદ કરીને લાઈક અને કોમેન્ટ કરી હતી. અનિલ કપૂરે પણ કૃણાલના વીડિયો ઉપર કોમેન્ટ કરી હતી. તેમજ પોતાને તેજાબ ફિલ્મનો પ્રસંશક ગણાવ્યો હતો. એટલું જ નહીં કોમેન્ટમાં કિલ્ડ ઈટ લખ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અભિનેતા કૃણાલ ખેમુ અને સોહાની પ્રથમ મુલાકાત વર્ષ 2009માં ફિલ્મ ઢૂંઢતે રહ જાઓગે દરમિયાન થઈ હતી. ફિલ્મ 99 માં બંને સાથે કરતા એક-બાજીની નજીક આવ્યાં હતા. અંતે વર્ષ 2015માં તેમણે લગ્ન કર્યાં હતા. વર્ષ 2017માં તેમના ઘરે ઈનાયા નાઓમી ખેમુ નામની દીકરીનો જન્મ થયો હતો.