Site icon Revoi.in

નાણામંત્રી સીતારમણ 1 લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે – 6 એપ્રિલ સુધી આ સત્ર ચાલશે

Social Share

દિલ્હીઃ- દેશમાં દરવર્ષે 1 લી ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે દરમિયાન પણ 31 જાન્યુઆરીથી બજેટ સત્રની તૈયારી કરાશે અને 2 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે.આ વખતે બજેટ સત્ર 6 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 6 એપ્રિલ સુધી ચાલશે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ બજેટ સત્રની માહિતી શેર કરી છે.

આ સાથે જ આજે પીએમ નરેન્દ્ર મોદી ઘણા અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરવાના છે. આ સાથે PM મોદી આજે નીતિ આયોગની બેઠકમાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથે પણ ચર્ચા કરશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
સત્રની શરૂઆત લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રથી થશે. આ દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધિત કરશે. સંસદના બંને ગૃહોને આ તેમનું પ્રથમ સંબોધન હશે.
આ સાથે જ બજેટ રજૂ કરતા પહેલા વિવિધ સંસ્થાઓ પાસેથી તેમની અપેક્ષાઓ અને પ્રતિભાવોની પ્રક્રિયા ચાલી રહી છે અને સરકાર દ્વારા તેમની માંગણીઓ પર ધ્યાન આપવામાં આવે છે. બજેટમાં દર વખતની જેમ આ વખતે પણ રાજકોષીય ખાધને અંકુશમાં રાખવાની સાથે વિકાસના પગલાં પર ભાર મૂકવામાં આવશે.
https://twitter.com/JoshiPralhad/status/1613783705121873920?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1613783705121873920%7Ctwgr%5E47a67d7bd41c54bb6aa1597d1fdb9ac942f98e5e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Findia%2Fbudget-session-will-commence-from-january-31-2023-and-continue-till-april-6-3688687
મંત્રી એ ટ્વિટમાં તેમણે જણાવ્યું છે કે બજેટ સત્ર 2023 માટે સંસદની કાર્યવાહી 31 જાન્યુઆરીથી શરૂ થશે. આ સાથે તેમણે જણાવ્યું છે કે આ કાર્યવાહી 6 એપ્રિલ સુધી ચાલુ રહેશે અને આ દરમિયાન 27 બેઠકો યોજાશે. આ સત્ર લગભગ 66 દિવસનું હશે. જોશીએ અમૃત કાલ ઉત્સવ વચ્ચે આયોજિત આ સત્રમાં રાષ્ટ્રપતિના સંબોધન, કેન્દ્રીય બજેટ અને અન્ય મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચાની આશા વ્યક્ત કરી છે.
Exit mobile version