Site icon Revoi.in

વિશ્વમાં આવેલી એક એવી જગ્યા કે જ્યા ક્યારેય નથી પડતો વરસાદ, જાણો તેના વિશે

Social Share

આપણે સૌ કોઈએ અવનવી વાતો સાંભળી હશએ અનેક અજાયબીઓ જોઈ પણ હશે ત્યારે આજે એક આવી જ નવાઈની વાત લઈને આવ્યા છે,વાત છે વરસાદની જ્યા વિશઅવમાં વરસાદ મોટા ભાગે સિઝન પ્રમાણે વરસતો હોય જ છે જો કે એક એવી જગ્યા વિશએ વાત કરીશું જ્યા ક્યારેય વરસાદ પડતો જનથી, જી હા તમને જાણીને ચોક્કસ નવાઈ લાગશે.

આ વાત તદ્દન સાચી વાત છે દુનિયામાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ક્યારેય વરસાદ પડ્યો નથી તે એન્ટાર્કટિકા છે. જી હા, એન્ટાર્કટિકામાં ડ્રાય વેલી નામનું સ્થળ પૃથ્વી પરનું સૌથી સૂકું સ્થળ ગણાય છે. અહીં લગભગ 2 મિલિયન વર્ષોથી વરસાદ પડ્યો નથી.

એન્ટાર્કટિકાના આ પ્રદેશમાં બિલકુલ વરસાદ પડતો નથી અને લગભગ પાણી કે બરફ વગરનો 4800 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. આ વિસ્તારમાં વરસાદ ન પડવાનું કારણ કટાબેટિક પવનો, પર્વતો પરથી ફૂંકાતા પવનો કે જે ભેજ સાથે એટલો ભારે હોય છે કે ગુરુત્વાકર્ષણ તેમને ખીણોથી નીચે અને દૂર ખેંચે છે.

અહીં પાણીની વિશેષતાઓમાં વિડા લેક, વાન્ડા લેક, બોની લેક અને ઓનીક્સ નદીનો સમાવેશ થાય છે. આમાંથી એક લેક બોની છે, જે સૂકી ખીણોમાં આવેલું ખારા પાણીનું તળાવ છે. તે કાયમી ધોરણે 3 થી 5 મીટર સુધી બરફથી ઢંકાયેલું છે.આ સિવાય, વૈજ્ઞાનિકોને તળાવની આસપાસ સીલના મમીફાઈડ શબ મળ્યા છે. તે જ સમયે, વાંડા તળાવ પણ આ વિસ્તારમાં છે, જે સમુદ્ર કરતા 3 ગણું વધુ ખારું છે.