Site icon Revoi.in

જાણો તમિલનાડુની આ મહિલા વિશે, જેણે 36 વર્ષ સુધી પુરુષ બનીને જીવવું પડ્યું, જાણો શું છે આ મહિલાની રસપ્રદ કહાનિ

Social Share

આપણે વિશ્વમાં અજીબ વાતો જોઈ છે સાંભળી છે ત્યારે આજે પણ આપણે એક એવી જ ખાસ વાત જાણીશું  જે એક મહિલા વિશે છે,તમિલાનાડુથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના થૂથુકુડી જિલ્લામાં એક મહિલા 36 વર્ષ સુધી પુરૂષ બનીને જ જીવી રહી હતી. આ મહિલાની કહાની જાણીને તમે તેને સલામ કરશો. એક માતા પોતાના બાળક માટે કેટલી હદે જઈ શકે છે તે આ મહિલાએ સાબિત કરી બતાવ્યું છે. આ મહિલાનું નામ પેચીયમ્મલ છે જે થુથુકુડી જિલ્લાના કટુનાયક્કન પટ્ટામાં રહે છે. પુરૂષનો પોશાક પહેરેલી આ મહિલાની વાર્તા ખૂબ જ રસપ્રદ છે.

36 વર્ષથી પુરૂષ બનેલી આ મહિલાએ આ કામ કોઈ શોખથી નથી કર્યું, પરંતુ તેણે તેની પુત્રીના ઉછેર અને સલામતી માટે આ કર્યું છે. પેચીયમ્મલે ભૂતકાળમાં પોતાની રસપ્રદ વાત કહીહતી, જેના વિશે જાણીને સૌ કોઈ દંગ રહી ગયા. જે દેશમાં દીકરીઓને દેવી માનવામાં આવે છે ત્યાં એક મહિલાને પોતાની સુરક્ષા માટે આવું પગલું ભરવાની ફરજ પડી હતી.

 

વાત જાણે એમ છે કે પેચિયમ્મલના લગ્ન 20 વર્ષની ઉંમરે થયા હતા. લગ્નના 15 દિવસ પછી જ તેના પતિનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હતું. નવ મહિના પછી, તેણીએ એક પુત્રીને જન્મ આપ્યો.પતિના મૃત્યુ પછી, તેણીને પોતાનું અને તેની પુત્રીનું ભરણપોષણ કરવા માટે  પુરુષનો વેશ ઘારણ કર્યો જ્યારે તે કામ કરવા બહાર ડતી હતી ત્યારે મહિલા હોવાના કારણે લોકો તેને હેરાન-પરેશાન કરતા હતા. આ સમાજમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.મહિલાને થતી મુશ્કેલીઓ જોઈને તેણે નક્કી કર્યું કે તે આ સમાજમાં પુરુષ બનીને  જ રહેશે. આ પછી તેણીએ પોતાનું નામ બદલીને મુત્થુ રાખ્યું અને એક પુરુષ તરીકે જીવન જીવવા લાગી.

પિચીયમ્મમલ પોતાની દીકરીને ઉછેરવા માટે અનેક કામો કરતી હતી. કેટલીકવાર તેઓને બાંધકામ સાઇટ્સ પર કામ કરવું પડતું હતું. તેણે ચાની દુકાનો અને હોટલોમાં પણ કામ કર્યું હતું, પરંતુ લોકો તેને હેરાન કરતા હતા અને ટોણા મારતા હતા. આ બધાથી કંટાળીને તેણે પોતાનો પોશાક અને નામ બદલી નાખ્યું. તેણીએ મંદિરમાં જઈને તેણએ પોતાના વાળ કપાવ્યા અને શર્ટ તથા પુરુષ વેશ ઘારણ કરનવાનું શરૂ કર્યું.

હાલ પેચિયમ્મલ 57 વર્ષની  છે કે તે પુરુષોના ટોયલેટનો ઉપયોગ કરતી હતી. આ સાથે તે પુરુષોની સીટ પર પણ બેસતી હતી. તે કહે છે કે તેણે પોતાની ઓળખ બદલી તેનો તેને અફસોસ નથી. પરિવારના સભ્યો અને ગામના થોડા લોકો જાણે છે કે મુથુ એક મહિલા છે. તેણી કહે છે કે તે પોતાની ઓળખ બદલશે નહીં કારણ કે તેની પુત્રી તેનાથી સુરક્ષિત રહી છે. તેણી મૃત્યુ પામે ત્યાં સુધી મુથુ તરીકે જ રહેશે.