Site icon Revoi.in

પેટ્રોલ-ડીઝલ ઉપર કેટલો ટેક્સ વસુલવામાં આવે છે, જાણો

Social Share

દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી આજે સતત 16માં દિવસે પણ રાહત મળી હતી. આજે પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલ-ડિઝલના નવા ભાવ જાહેર કર્યાં હતા. દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનમાં અ સૌથી સસ્તુ પેટ્રોલ પોર્ટ બ્લેયરમાં છે. દિલ્હીમાં પેટ્રોલ પ્રતિલીટર રૂ. 101.84 અને ડીઝલના રૂ. 89.87 હતો. જ્યારે પોર્ટ બ્લેયરમાં પેટ્રોલનો ભાલ રૂ. 85.28 અને ડીઝલનો ભાવ રૂ. 83.79 હતો. દેશના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ રૂ. 100થી વધારે હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારના ટેક્સના કારણે વાહન ચાલકોને પેટ્રોલ-ડીઝલની ઉંચી કિંમત ચુકવવી પડે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર દિલ્હીમાં એક લીટર પેટ્રોલ ઉપર કેન્દ્ર સરકાર રૂ. 32.90 અને રાજ્ય સરકાર રૂ. 23.50 ટેક્સ વસુલે છે. જ્યારે ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર રૂ. 31.80 અને દિલ્હી સરકાર રૂ. 13.14 ટેક્સ વસુલે છે. આ ઉપરાંત માલ ભાડુ અને ડીલરનું કમિશન પણ જોડાય છે. જેથી રૂ. 41.24નું પેટ્રોલ દિલ્હીમાં રૂ. 101.62માં વેચાય છે. 2020માં ક્રુડ ઓઈલની કિંમતોમાં ઘટાડો થયો હતો. પરંતુ મહામારીને પગલે કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઈલની કિંમતના આધારે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ફેરફાર થાય છે. વિવિધ ઓઈલ કંપનીઓ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડિઝલના નવા ભાવ જાહેર કરે છે. વાહન ચાલકો દરરોજ પોતાના શહેરના પેટ્રોલ-ડિઝલના ભાવ એસએમએસ મારફતે જાણી શકે છે. વિવિધ ઓઈલ કંપનીઓ દ્વારા આ અંગેની વ્યવસ્થા કરવામાં આવ છે.

દેશમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાને પગલે વાહન ચાલકોના ખિસ્સા ઉપર અસર પડી છે. આ ઉપરાંત પરિવહન મોંઘુ થતા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. બીજી તરફ ઈંધણના ભાવમાં થયેલા વધારાને પગલે કોંગ્રેસ સહિતના વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.