Site icon Revoi.in

નદીના પાણીમાં શા માટે નાખવામાં આવે છે સિક્કા ,જાણો તેના પાછળનું ખાસ કારણ

Social Share

આપણે નદી પાસે જઈએ છીએ ત્યારે ઘણા લોકો તેમાં સિક્કા નાખે છે.આપણે દરેક લોકોએ ક્યારેકને ક્યારેક તો નદીમાં સિક્કાઓ નાખ્યા જ હશે, ખાસ કરીને જ્યારે ટ્રેનમાં કે બસમાંથી પસાર થતા હોય અને નદી આવે એટલે તરત જ બારી પાસે જઈને હાથ લાંબો કરીને નદીમાં રુપિયા .2 રુપિયા કે 5નો સિક્કો નાખતા હોય છે આ જોવામાં થોડું વિચિત્ર લાગશે, પરંતુ તેનો તર્ક પૌરાણિક હોવાની સાથે સાથે વૈજ્ઞાનિક પણ છે. આ ટ્રેન્ડ આજથી નથી પરંતુ ઘણા સમયથી ચાલી રહ્યો છે.

શા માટે નાખવામાં આવે છે નદીમાં સિક્કા

કે જે સમયે નદીમાં સિક્કા નાખવાની આ પ્રથા શરૂ થઈ હતી, તે સમયે તાંબાના સિક્કાનો ઉપયોગ થતો હતો. પાણી શુદ્ધિકરણ માટે તાંબાનો ઉપયોગ થાય છે. એટલા માટે જ્યારે પણ લોકો નદી કે કોઈ તળાવની આસપાસથી પસાર થતા હતા ત્યારે તેમાં તાંબાનો સિક્કો નાખઈ દેતા હતા. જેથી કરીને પાણી શુદ્ધ રહે ,જંતુનાશક પાણ ીબન્યું રહે .જો કે હવે સ્થિતિ બદલાતા લોકો સામાન્ય સિક્કાઓ નાખતા થયા છે હવે તો જાણે લોકો શોખ માટે પણ સિક્કાઓ નાખે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો લોકોએ કોઈપણ પ્રકારની ખામી દૂર કરવી હોય તો સિક્કા અને કેટલીક પૂજા સામગ્રીને પાણીમાં તરતી રાખવી જોઈએ. તેમજ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વહેતા પાણીમાં ચાંદીનો સિક્કો નાખવામાં આવે તો દોષનો અંત આવે છે.

Exit mobile version