Site icon Revoi.in

બોલિવૂડના અનેક કલાકારો વેક્સિન લઈને સામાન્ય લોકોને આપી રહ્યા છે પ્રેરણા – જાણો કોણે કોણે લીધી વેક્સિન

Social Share

મુંબઈ – દેશમાં કોરોનાના વધતા જતા ભય વચ્ચે અનેક બોલીવૂડની હસ્તીઓએ કોરોનાની વેક્સિન લીધી છે. માત્ર બોલિવૂડ જ નહીં, પરંતુ દક્ષિણ ભારતીય સિનેમાના ઘણા સ્ટાર્સે પણ કોરોનાની વેક્સિન લીધી  છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી ઓછી વયના લોકો, જે કોઈ રોગથી પીડિત છે, તેમને કોરોનાની વેક્સિન લેવવાની મંજૂરી આપી છે. તો અનેક લોકો વેક્સિન લઈને સામાન્ય જનતાને પ્રેરણા આપી રહ્યા છે.

78 વર્ષની આશા પારેખે મુંબઇની હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન લીધી છે. તે જ સમયે, ભજન સમ્રાટ અનુપ જલોટાને પણ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો છે અને લોકોને અપીલ કરી છે કે, ‘જો તમે કોરોનાથી બચવા માંગતા હો, તો તમારે રસી લેવી જ જોઇએ.’

દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં કોરોનાની વેક્સિન આપી હતી. તે જ સમયે, બોલિવૂડના દિગ્ગજ અભિનેતા સતિષ શાહે પણ કોરોના વેક્સિન લીધી છે.

સાઉથના સુપરસ્ટાર મોહનલાલને પણ કોરોનાની વેક્સિન લીધી હતી, અભિનેતાએ તેનો ફોટો શેર કરતી વખતે લખ્યું કે, ‘આજે અમૃત હોસ્પિટલમાંથી કોવિડ વેક્સિનનો પહેલો ડોઝ લીધો.આ સાથે જ કમલ હસને પણ વેક્સિન લેતો ફોટો શરે કર્યો છે.

આ સાથે જ બોલીવુડની વરિષ્ઠ અભિનેત્રી નીના ગુપ્તાએ પણ મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં વેક્સિન લેતો વીડિયો શેર કર્યો છે, જાણીતા ફિલ્મ નિર્દેશક રાકેશ રોશનનો પણ વેક્સિન લેતો ફોટો વાયરલ થયો છે.

અભિનેત્રી રામ્યા કૃષ્ણને કોરોના વેક્સિન લેતા વખતે તેનો ફોટો શેર કર્યો હતો અને ટ્વીટ કર્યું હતું કે.’વેક્સિનેટેડ, શર્મિલા ટાગોરની પુત્રી સબા પટૌડીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર માતાનો ફોટો શેર કર્યો હતી, જેમાં તે વેક્સિન લેતી જોવા મળી હતી.

આ સાથે જ સંજયદત્ત,નાગાર્જુન,સેફએલી ખાન, શિલ્પા શિરોડકર,ધર્મેન્દ્ર સહીનતા અનેક કલાકારોએ કોરોના વેક્સિન લઈને લોકોને પ્રેરણા આપી છે,જેથી કરીને સામાન્ય લોકોની વેક્સિન પ્રત્યેની ખોટી માન્યતાઓ દૂર થાય અને અનેક લોકો વેક્સિનને લઈને જાગત બને.

સાહિન-

Exit mobile version