Site icon Revoi.in

જાણો કયા બીજા દેશે પણ ભારત માટેની વિમાન સેવા પર આવનારી 15 મે સુધી લગાવ્યો પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ-સમગ્ર દેશમાં જે રીતે કોરોનાના કેસોમાં વધારો થી રહ્યો છે તે રીતે બહારના દેશો ભારતની વિમાન સેવા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે, ત્યારે ગહવે આ શ્રેંણીમાં સ્ટ્રેલિયાએ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં લઈને ભારતથી આવતી તમામ ડાયરેક્ટ ફ્લાઈટ પર આવતા મહિનાની ૧૫  તારીખ એટલે કે 15 મે સુધી  પ્રતિબંધ લગાવી દીધો છે.

આ સમગ્ર બાબતને લઈને ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કહ્યુ હતુ કે, ભારત યાત્રાને લઈને સંભવિત કોરોનાના જોખનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનેક દેશઓએ ભારતથી આવતી તમામા ફ્લાઈચ સેવા પર પ્રતિબંધ મૂક્યો હતો.જેમાં બ્રિટન, ઓમાન, ન્યૂઝીલેન્ડ સહિતના દુનિયાના ઘણા દેશોનો સમાવેશ થાય છે,આ નિર્ણયથી મૂળ ભારતીયો જે તે દેશમાં વસી રહ્યા છે તેઓએ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની સરકારના આ નિર્ણયથી ભારતમાં રહેતા ઓસ્ટ્રેલિયાઈ નાગરિકો મુસીબતમાં મૂકાયા છે,આ સાથે જ  આઈપીએલ રમવા આવેલા ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ માટે પણ આ એક સમસ્યા સર્જાઈ છે.

જો કે ભારત આ સંકટના સમયમાં એકલો નથી , ભારતના પડખે મદદ કરવા અત્યાર સુધી અનેક દેશો સાથે આવ્યા છે, અગાઉ કોરોના સામેના જંગમાં ભારતને મદદ કરવા સાઉદી એરેબિયાએ ભારતને મોટા પ્રમાણમાં ઓક્જસજનની સપ્લાય કરી છે, તો અમેરિકાએ પણ રસી માટેના કાચા માલની સપ્લાઈ કરી છે, આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પણ  ભારતને ઓક્સિજન સહીતની ચીજ વસ્તુઓ મોકલી હતી.

સાહિન-