Site icon Revoi.in

દહેજની રસાયણ કંપનીમાં પ્રચંડ ધડકા સાથે લાગી ભીષણ આગ, 31 કામદારોને ઈજા, 9ની હાલત ગંભીર

Social Share

ભરૂચઃ દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નિકળતા અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક અહેવાલો મુજબ બોઇલર ફાટતા ઘટના બની હતી. ભીષણ આગ લાગતાં 10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે 6થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને ભરૂચ લવાયા હતા. આ દુર્ઘટનામાં 31થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 9ની હાલત ગંભીર છે. જેમાં ત્રણ કામદારો 70%થી વધુ દાઝી જતાં વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા.

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં આગના અનેક ઘટનાઓ વધી રહી છે. ત્યારે દહેજમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. ભારત રસાયણ કંપનીના બોઈલરમાં બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી, જેમાં 31થી વધુ કામદારો ઘાયલ થયા હતા, જ્યારે 15થી વધુ ઈજાગ્રસ્તોને ભરૂચની જુદી જુદી હોસ્પિટલ્સમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં 9ની સ્થિતિ ગંભાર હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટના એટલી વિકરાળ હતી કે નજરે જોનારા ડરી રહ્યા છે. દહેજમાં ભારત રસાયણમાં ધડાકા સાથે લાગેલી આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા ચઢ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ લાગી હતી. ભારત રસાયણ કંપનીના બોઇલર ફાટતા આગ ફાટી નીકળી હતી, જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચઢ્યા હતા. આગની જાણ થતા 10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.જ્યારે 6થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને હોસ્પિટલ ખસેડયા હતા. આ દુર્ઘટનામાં 31થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 9ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ ઘટનાને પગલે ઇન્ડસ્ટ્રીયલ સેફટી વિભાગ, GPCB, પોલીસ અને પ્રશાસન સ્થળ ઉપર દોડી આવ્યું હતું. જોકે, સમયાંતરે ધડાકા સાથે વિકરાળ બનેલી આગ આકાશમાં ઊંચે સુધી ગોટે ગોટા રૂપે પ્રસરતા ધુમાડાનો ભયાવહ નજારો 3થી 4 કિલોમીટર દૂર સુધી દેખાતો હતો. નોંધનીય છે કે, હાલ આ ઘટનામાં કેટલા કામદારોને ઇજા કે કોઈ જાનહાનિ સર્જાઈ છે તેની વિગતો બહાર આવી શકી નથી.