Site icon Revoi.in

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ક્રુઝ જહાજ શરૂ થયું, કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે બતાવી લીલી ઝંડી

Social Share

દિલ્હીઃ- ભારત દેશ સતત વિકાસની દ્ર્ષ્ટિએ વિશઅવને ટક્ક્ર આપી રહ્યો છે,દેશના ઘણા સમુદ્ધી માર્ગો થકી પરિવહન સેવા શરુ થી રહી છે ત્યારે આ શ્રેણીમાં હવે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ક્રુઝ શરુ કરવામાં આવી ચૂકી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે સોમવારે ચેન્નાઈ અને શ્રીલંકા વચ્ચેના પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રુઝ જહાજ ‘એમવી એમ્પ્રેસ’ને ઔપચારિક રીતે લીલી ઝંડી બતાવી હતી અને તેને પ્રસ્થાન કારવ્યું હતું.

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે આપણા દરિયાકાંઠાની આસપાસ સમૃદ્ધ વારસો અને સંસ્કૃતિ સાથે, ભારતમાં ક્રુઝ પર્યટન માટે અપાર સંભાવનાઓ છે. ચેન્નાઈ અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ક્રુઝ સેવા શરૂ કરવામાં આવી છે, જે દેશમાં ક્રુઝ પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય ખોલે છે.

જહાનના પ્રસ્થાનના આ પ્રસંગે ચેન્નાઈ પોર્ટ ખાતે ર. 17.21 રુપિયા કરોડના ખર્ચે સ્થાપિત આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટુરિઝમ ટર્મિનલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 2880 ચોરસ મીટરમાં ફેલાયેલું આ ક્રૂઝ ટર્મિનલ 3000 યાત્રીઓની ક્ષમતા ઘરાવે છે.

તો બીજી તરફ  સોનોવાલે કહ્યું કે ત્રણ નવા આંતરરાષ્ટ્રીય ક્રુઝ ટર્મિનલ 2024 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે. તેમણે કહ્યું કે ક્રુઝ શિપની સંખ્યા 2023માં 208 હતી તે વધીને 2030માં 500 અને 2047 સુધીમાં 1100 થવાની ધારણા છે. તેમણએ એમ પણ માહિતી આપી હતી કે આંદામાન, પુડુચેરી અને લક્ષદ્વીપ સર્કિટમાં નવા ક્રુઝ ટુરિઝમ ટર્મિનલ વિકસાવવાની યોજનાઓ બનાવી રહ્યા છે.