Site icon Revoi.in

પ્રથમ ભારતીય મહિલા ખેલાડીને મળી આ સિદ્ધી – રાયબરેલીનું સ્ટેડિયમ હોકી ખેલાડી રાની રામપાલના નામે ઓળખાશે

Social Share

દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો જોવા મળે છે ખાસ કરીને હવે મહિલા ખેલાડીઓ રમતજગતમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે ત્યારે દેશની સરકાર પણ મહિલાઓના નામે અનેક અનેક સમ્માનિત કામ કરી રહી છે તેજ શ્રેણીમાં હવે રાયબરેલા સ્ટેડિયમને મહિલા ખેલાડીના નામથી ઓળખવાની જાહેરાત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે રાયબરેલીના હોકી સ્ટેડિયમનું નામ ભારતીય ટીમની સ્ટાર હોકી ખેલાડી રાની રામપાલના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સિદ્ધિ મેળવનારી તે ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે.

MCF રાયબરેલીએ હોકી સ્ટેડિયમનું નામ બદલીને ‘રાની ગર્લ્સ હોકી ટર્ફ’ રાખવામાં આવ્યું  છે. રાનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ સ્ટેડિયમ સાથે જોડાયેલા કેટલાક ફોટો શેર કર્યા છે. જેમા રાની ખેલાડીઓ સાથે વાતચીત કરતા અને અન્ય સ્ટાફ સભ્યો સાથે સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરતા જોવા મળે છે.

રાનીએ તેના ટ્વિટર હેન્ડલ પર લખ્યું – હું તમને બધાને જણાવવા માંગુ છું કે MCF રાયબરેલીએ હોકીમાં મારા યોગદાનને માન આપવા માટે હોકી સ્ટેડિયમનું નામ બદલીને ‘રાની ગર્લ્સ હોકી ટર્ફ’ કરી દીધું છે. મારી ખુશી અને આભાર વ્યક્ત કરવા માટે શબ્દો બહુ ઓછા છે.

તેમણે આ ઉપલબ્ધિ પોતાનાન નામે કરવા બદલ એમ પણ કહ્યું કે મારા માટે આ ગર્વની અને ભાવનાત્મક ક્ષણ છે કારણ કે હું પ્રથમ મહિલા હોકી ખેલાડી બની છું જેને સ્ટેડિયમનું નામ આપવામાં આવ્યું છે. હું આ ભારતીય મહિલા હોકી ટીમને સમર્પિત કરું છું અને મને આશા છે કે તે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.

કોણ છે રાની રામપાલ

હરિયાણાના ગરીબ પરિવારમાં જન્મેલી રાની પાસે એક સમયે હોકીની કિટ ખરીદવાના પણ પૈસા ન હતા. તેમની પાસે શુઝ ખરીદવાના પણ પૈસા ન હતા. તેમના પિતા ઘોડાગાડી ચલાવતા હતા.રાનીની ખેલ પ્રતિભા જોઇને સરદાર બલદેવ સિંહ તેમના માટે દ્રોણાચાર્ય બનીને આવ્યાં તેમણે તેમને શાહબાદ હોકી એકેડમીમાં ન માત્ર હોકી રમવાનું સીખવ્યું પરંતુ તેમને હોકીની કિટ અને શુઝ આપીને મદદ કરી.ચંદીગઢમાં ટ્રેનિંગ દરમિયાન કોચ બલદેવ સિંહે તેમના  ઘર રહેવાની સુવિધા કરી પુરી પાડી હતી. રાનીની ડાયટની જવાબદારી કોચની પત્નીએ ઉઠાવી હતી. ત્યારબાદ રાની રામપાલે પણ પાછળ ફરીને ન જોયું.આજે તે હોકી રમતમાંખૂબ જ જાણીતી બની છએ 2020માં તેણે પ્રતિષ્ઠિત ‘વર્લ્ડ ગેમ્સ એથલીટ ઓફ ધ યર’ પુરસ્કાર જીત્યો છે.